હવે 2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે : કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી


હવે 2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે : દેશમાં બે હજારની નોટ જમા કરાવવા અથવા બદલાવવાનું કામ 23 મેથી શરૂ થશે. આ નોટ બદલાવવા ભારતીય સ્ટેટ બેન્કે (એસબીઆઈ) એ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ વ્યક્તિ છે. દેશભરમાં તેની કોઈ પણ બ્રાન્ચમાં આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના રૂ. 2000ની દસ નોટ બદલાવી શકે. આ માટે ફક્ત બેન્કમાં જઈને સ્લિપ મરવાની પણ જરૂર નથી. અત્યારે એવું નક્કી કરાયું છેકે, બેન્કમાં આ કામ 23 સપ્ટેમ્બર સુધી ચાલશે.

હવે 2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે

આર્ટિકલ નું નામ 2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે
આર્ટિકલની કેટેગરીSarkari Result
RBI ફૂલ ફોર્મReserve Bank of India
નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા૨૩ મેથી શરૂ થશે
નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે 23 સપ્ટેમ્બર સુધી
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.rbi.org.in/

કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

એસબીઆઈ દ્વારા અગાઉ જારી નોટિફિકેશનમાં એક ફોર્મેટ જે તે બ્રાન્ચમાં નોટ બદલાવવાના સમયે ભરીને લાવવાનું કહેવાયું હતું. તેમાં નોટ બદલવા માટે આવનારી વ્યક્તિના હસ્તાક્ષર ધરાવતા ફોર્મ સાથે આઈડી પ્રૂફ આપવું પણ જરૂરી હતું. હવે એસબીઆઈ દ્વારા તેની તમામ શાખાઓને અપાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, કોઈ વ્યક્તિ પોતાના ખાતામાં ઈચ્છે તેટલી રૂ. 2000ની નોટ જમા કરાવી શકે છે, પરંતુ રકમના આધારે ભારતીય રિઝર્વ બેન્ક અને આવક વેરા વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જોકે, બ્રાન્ચમાં રૂ. 2000ની દસ નોટ બદલાવવા માટે કોઈ જ ગાઈડલાઈન નથી.

આ પણ વાંચો :-RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી : જાણો પાંચ કારણ, ક્લીન નોટ નીતિ શું છે?

2000ની નોટથી સોનું ખરીદવાની જાણે હોડ લાગી છે


2000ની નોટથી સોનાની ખરીદીઃ સુરત, દિલ્હી, મુંબઈ અને જયપુર જેવા શહેરોમાં રૂ. 2000ની નોટથી સોનું ખરીદવાની જાણે હોડ લાગી છે.સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેહુલ શાહ કહે છે કે, ઘણાં લોકો રૂ. આઠ-દસ હજાર વધુ ચૂકવીને સોનુ ખરીદી રહ્યા છે. અમદાવાદના કેટલાક જ્વેલર્સે રૂ. 2000ની નોટના બજારભાવ પર જ સોનાના વેચાણના બોર્ડ પણ લગાવ્યા છે, જ્યારે મુંબઈ, નોઈડા અને દિલ્હીથી એવા અહેવાલ છે કે, કેટલાક જ્વેલર્સ રૂ. 2000ની નોટથી સોનુ “ ખરીદતા લોકો પાસેથી વધુ વસૂલાત કરે છે.

જરૂરી લિંક્સ

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે?

2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે, કોઈ પ્રૂફની જરૂર નથી.

નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે?

નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે.

1 thought on “હવે 2000ની 10 નોટ આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના બદલાવી શકાશે : કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો