2000 Rs Note Updates : બેન્કોમાં રૂ.2000 ના મૂલ્યની 2.62 લાખ કરોડની નોટો જમા દાસે સ્પષ્ટતા કરી કે રૂ. 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાથી ઇકોનોમી પર કોઈ નકારાત્મક અસરો સર્જાઈ નથી, લોકોને પણ કોઈ હાલાકી પડી નથી
દેશમાંથી રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 72 % એટલે કે રૂ. 2.62 લાખ કરોડ મૂલ્યની નોટો બેન્કોમાં જમા કરાઈ છે કે એક્સચેન્જ કરવામાં આવી છે.
2000 Rs Note Updates | દેશમાં રૂ.2000ની 72% નોટ્સ થઈ
આર્ટિકલ નું નામ | 2000 Rs Note Updates |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result, Trending |
RBI Full Form | Reserve Bank of India |
કેટલા મૂલ્યની ૨૦૦૦ની નોટો બેન્કોમાં જમા કરાઈ | 2.62 લાખ કરોડ |
આરબીઆઈ ગવર્નર | શક્તિકાંત દાસ |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
દેશમાં રૂ.2000ની 72% નોટ્સ થઈ
૩૧ માર્ચ સુધીમાં દેશનાં માર્કેટમાં રૂ. ૨૦૦૦ની રૂ. ૩.૬૨ લાખ કરોડની નોટો ચલણમાં ફરતી હતી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રૂ ૨૦૦૦ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવ્યા છતાં નાણાકીય સ્થિરતા પર તેની કોઈ અસર થઈ નથી. લોકોને પણ કોઈ હાલાકી પડી નહીં હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું. તેમણે કહ્યું કે સિસ્ટમમાં આવેલી કુલ રકમ પૈકી ૮પ ટકા ડિપોઝિટ્સ સ્વરૂપે છે જ્યારે બાકીની રકમ
કરન્સી એક્સચેન્જમાં છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની સ્પષ્ટતા
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટતા કરી હતી કે રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાથી ઈકોનોમી પર તેની કોઈ નકારાત્મક અસરો સર્જાઈ નથી. રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવામાં આવ્યા પછી ગ્રાહકોનો વપરાશી ખર્ચ વધ્યો છે જેને કારણે ઈકોનોમીનો ગ્રોથ ૬.૫ ટકાનાં અંદાજ કરતા વધુ છે તેવા અહેવાલ અંગે દાસે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથ ૬.૫ ટકા અને પહેલા ક્વાર્ટરનો ગ્રોથ રેટ ૮.૧ ટકા અંદાજવામાં આવ્યો છે.
સમાપન
આરબીઆઈએ રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. એટલે કે તેનાં દ્વારા માર્કેટમાં લેવડદેવડ કરી શકાશે. અલબત્ત ૩૦ સપ્ટેમ્બર પછી તેનું લીગલ ટેન્ડર રદ કરાશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો :-
- RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી : જાણો પાંચ કારણ, ક્લીન નોટ નીતિ શું છે?
- ગુજરાત ડિપ્લોમા એડમિશન 2023 : Gujarat Deeploma Admiission 2023 માટે અરજી ફોર્મ , મેરિટ લિસ્ટ, સીટ એલોટમેન્ટ, તમામ માહિતી
- Farmer Transformer Subsidy 2023 : જો તમારા ખેતરમાં ડીપી છે, તો તમને મળી શકે છે દર મહિને 5 થી 10 હજાર , જાણો કઈ રીતે
મહત્વપૂર્ણ લિંક્સ
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
Resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
2 thoughts on “2000 Rs Note Updates : દેશમાં રૂ.2000ની 72% નોટ્સ થઈ, જમા થઈ કે એક્સચેન્જ કરાઈ”