પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે કચ્છનાં ભાવિ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા : શિક્ષક દિને તો અમને સાંભળો કચ્છ ટાટ ગૃપ

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે કચ્છનાં ભાવિ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા : શિક્ષક દિને તો અમને સાંભળો કચ્છ ટાટ ગૃપ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે કચ્છનાં ભાવિ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા બે માસથી ચર્ચાતા મુદ્દામાં સરકાર ધાર્યું જકરે છે,રજૂઆતો ધ્યાને ન લેવાઈ.આગામી પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે.પરંતુ ભાવિ શિક્ષકોને સાંભળવામાં કે રજૂઆત કરવા દેવાની તક ના અપાતી હોવાની ફરિયાદ સાથે કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો (ઉમેદવારો) શિક્ષક દિને ગાંધીનગર મધ્યે રજૂઆત કરશે.

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે કચ્છનાં ભાવિ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા


કચ્છ ટાટ ગૃપના પ્રમુખ તખતસિંહ સોઢાએ જણાવ્યું કે,કરાર આધારિત શિક્ષકોની ભરતી બદલે કાયમી ભરતી કરવામાં આવે,આ વાત રાજ્યના અડધો લાખથી પણ વધુ પરિવારોમાં છેલ્લા બે મહિનાથી સતત ચર્ચાઈ રહી છે,ત્યારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને કચ્છમાંથી પણ સેકંડો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચીને ત્યાં આશ્ચર્યજનક કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં રજૂઆત, ધરણા,સત્યાગ્રહ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.માધ્યમિકવિભાગમાં કરાર આધારિત શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ હવે પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ભરતીને લગતી કાર્યવાહી શરૂ કરાઈ છે.

સેકંડો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર આંદોલન પર ઉતર્યા

દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ અગાઉ બે થી ત્રણ વખત ગાંધીનગર રજૂઆત કરવા ગયા ત્યારે અટકાયત કરી લેવાઈ હતી.સમગ્ર દેશમાં શિક્ષકોનું સ્થાન વિશિષ્ટ છે.અને દેશના ઘડતરમાં શિક્ષકનું મહત્વ સમજવામાં આવે છે.પરંતુરાજ્યમાં શિક્ષકના મહત્વને ભૂલી જવામાં આવી રહ્યું છે.ભાવિ શિક્ષકોને રજૂઆત સાંભળવામાં આવતી નથી જેથી આગામી પાંચમી સપ્ટેમ્બર, શિક્ષકદિને રાજ્યના દરેક જિલ્લામાંથી પોતાની વાત અને રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્રિત થવાના છે.

કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં હાજર રહેવા માટે પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો હતો. ભાવિ શિક્ષકો ભરતી પ્રક્રિયાને લઇને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતર્યા છે પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓ મામલે કોઇ હકારાત્મક નિર્ણય લેવાતો નથી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે કચ્છનાં ભાવિ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા : શિક્ષક દિને તો અમને સાંભળો કચ્છ ટાટ ગૃપ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો