કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 8% નો વધારો : ગુજરાત રાજ્ય સેવા નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (૨) માં દર્શાવેલ તા. ૧૭/૮/૨૦૨૨ ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૧/૧/૨૦૨૨ ની અસરથી ૩૪% ના દરે મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન ૩૪% ના દરમાં તા. ૧/૭/૨૦૨૨ ની અને તા. ૧/૧/૨૦૨૩ ની અસરથી ૪% + ૪% (આઠ ટકા) વધારો કરી, ૪૨% કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.
કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 8% નો વધારો
ચુકવવા પાત્ર તારીખ | ચુકવવા પાત્ર માસિક મોંઘવારીનો દર |
તા 1/07/2022 થી | મૂળ પગારના 38% |
તા 1/01/2023 થી | મૂળ પગારના 42 % |
મળવાપાત્ર મોંધવારી ભથ્થાના રકમની ચુકવણી
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા. ૧/૭/૨૦૨૨ અને તા. ૧/૧/૨૦૨૩ થી મળવાપાત્ર મોંધવારી ભથ્થાના મે-૨૦૨૩ સુધીના પગાર તફાવતની રકમ 3 હપ્તામાં રોકડમાં ચૂકવવાની રહેશે.
- પ્રથમ હપ્તો જૂન માસના પગાર (પેઇડ ઇન જુલાઇ )
- બીજો હપ્તો ઓગસ્ટ માસના પગાર (પેઇડ ઇન સપ્ટેમ્બર )
- ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર (પેઇડ ઇન નવેમ્બર) સાથે ચૂકવવાનો રહેશે
રાજ્ય સરકારના પેન્શનરોને તા. ૧/૭/૨૦૨૨ અને તા. ૧/૧/૨૦૨૩ થી મે -૨૦૨૩ સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર મુજબ હપ્તામાં ચૂકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં ૫૦ (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને ૫૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
અન્ય સૂચનાઓ
- આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
- આ હુકમોનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
- પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે.
- આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઇએ.
- રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.
આ પણ વાંચો :-
- Gujarat Eklavya School Result 2023 Declared : ગુજરાત એકલવ્ય મોડલ્સ રેસિડેન્શિયલ સ્કૂલ ધોરણ 6 પ્રવેશ પરીક્ષાનુ પરિણામ જાહેર
- Pandit Din Dayal Awas Yojana online form 2023 : પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ ભરાવાના શરુ થઇ ગયા છે
- GSEB Std 10th result 2023 date Declared : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ નોતીફીકેસન | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
1 thought on “કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 8% નો વધારો : કર્મચારી માટે આનંદના સમાચાર, જાણો સંપૂર્ણ માહિતી”