Aadhar card verification Proccess Changed : હવે 18 વર્ષથી વધુ વયના નવા આધારકાર્ડ માટે સરકારી કર્મચારી ઘરે આવીને વેરિફિકેશન કરશે

Aadhar card verification Proccess Changed : બોગસ આધારકાર્ડ રોકવા અરજી કર્યાંના 45 દિવસમાં હોમ વેરીફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું. રાજ્ય સહિત દેશભરમાં હાલના સમયે આધારકાર્ડ મહત્ત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. સરકારી યોજના હોય કે બેંકોનું કામ હોય મોટાભાગને આધાર સાથે લિંક કરી દેવાયું છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં બોગસ આધાર કાર્ડ ની કળ્યા હોવાની ફરિયાદ બાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા વધુ એક સુધારો કરી 18 વર્ષથી વધુ ઉંમરના નવા આધારાકાર્ડની અરજી પર હોમ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

Aadhar card verification Proccess Changed

આર્ટિકલ નું નામ Aadhar card verification Proccess Changed
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Yojana
UIDAI full formUnique Identification Authority of India
લાભાર્થી ભારતના નાગરિક
સત્તવાર વેબસાઈટ https://uidai.gov.in/

હવે 18 વર્ષથી વધુ વયના નવા આધારકાર્ડ માટે સરકારી કર્મચારી ઘરે આવીને વેરિફિકેશન કરશે

આધાર સેન્ટરો પ૨ 18 વર્ષથી ઉપરના નવા આધારકાર્ડની અરજીઓ UIDAI પાસે પહોંચે છે. આ વિગતો જે-તે રાજ્યમાં જિલ્લા લેવલે સંબંધિત અધિકારીઓને મોકલવા છે. જેમાં કોઈ એજન્સી મારફતે નહીં, પરંતુ સરકારી કર્મચારીઓ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 45 દિવસના સમયગાળામાં હોમ વિઝિટ લઈને જરૂરી દસ્તાવેજોની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.

માહિતીની ખરાઈના આધારે પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે છે, જેના આધારે આગળની પ્રોસેસ કરવામાં આવે તાલુકામાં મામલતદાર કચેરી મારફતે નવા આધારકાર્ડ માટેની 40થી વધુ અરજીઓમાં હોમ વેરિફિકેશન કરવામાં આવ્યા છે. UIDAI દ્વારા નિમયો વધુને વધુ કડક કરાયા છે, જેમાં અગાઉ આધારકાર્ડ માટે આપવાના થતાં ડોક્યુમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે આ સાથે આધારમાં સુધારા માટે નિયમમાં કરાયેલા ફેરફાર મુજબ અસલ પુરાવા ફરજિયાત કરાયા છે.

આ પણ વાંચો :-


રાજ્યના 22 જિલ્લામાં વસતીના અંદાજ સામે આધાર કાર્ડ વધારે


હોમ વેરિફિકેશન સહિતના કડક નિયમો લાવવા પાછળનો હેતુ બોગસ આધારકાર્ડ બનતા અટકાવવાનો છે. કેટલાક રાજ્યમાં આધારકાર્ડ વધુ જનરેટ થયા છે. ગુજરાતમાં 6.84 કરોડથી વધુ આધારકાર્ડ જે વસ્તીના અંદાજ સામે 6 ટકા વધુ છે. તેમાં પણ રાજ્યના 22 જિલ્લામાં અંદાજિત વસ્તી સામે આધારકાર્ડ વધુ છે, સૌથી વધુ ડાંગ જિલ્લામાં આધારકાર્ડ જનરેટ થયા છે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

2 thoughts on “Aadhar card verification Proccess Changed : હવે 18 વર્ષથી વધુ વયના નવા આધારકાર્ડ માટે સરકારી કર્મચારી ઘરે આવીને વેરિફિકેશન કરશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો