Agniveer Syllabus And Preparation : અગ્નિવીરમાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને ટ્રેડસમેન દરેક માટે અગલ અલગ પરીક્ષા યોજાય છે. દરેકનો સિલેબસ પણ અલગ અલગ હોય છે. 10 પાસ ઉમેદવારો માટે હોવાના કારણે પરીક્ષા નું સ્તર સામાન્ય રાખવામાં આવ્યું છે. જેના માટે ધોરણ 10 સુધી ના પુસ્તકો જ વાંચવાના રહેશે. જેમાં NCERT કે GCERT ના પુસ્તકો વાંચી શકાય. આ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માં આવતી હોવાથી હિન્દી કે અંગ્રેજી પુસ્તકો વાંચવા જોઈએ.
અગ્નિવીરની તૈયારી | Agniveer Syllabus
કોના હેઠળ | કેન્દ્ર સરકાર |
આર્ટિકલ નું નામ | Agniveer Syllabus And Preparation |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
જોબ લોકેસન | ભારત |
સત્તાવાર વેબસાઈટ | www.joinindiannavy.gov.in |
Agniveer Syllabus And Preparation
અગ્નિવીરમાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને ટ્રેડસમેન દરેક માટે અગલ અલગ પરીક્ષા યોજાય છે. દરેકનો સિલેબસ પણ અલગ અલગ હોય છે. જે નીચે આપવામાં આવેલ છે.
જનરલ ડ્યુટીમાં
- સામાન્ય જ્ઞાનના (15 પ્રશ્નો),
- સામાન્ય વિજ્ઞાન (15 પ્રશ્નો)
- ગણિત (15 પ્રશ્નો)
- રીસનિંગમાં (5 પ્રશ્નો)માંથી પૂછાય છે.
ટેકનિકલમાં કુલ 50 પ્રશ્નોની પરીક્ષામાં
- સામાન્ય જ્ઞાનના (10 પ્રશ્નો)
- ભૌતિક શાસ્ત્ર (15 પ્રશ્નો)
- ગણિત (15 પ્રશ્નો)
- રસાયણ શાસ્ત્ર (10 પ્રશ્નો) માંથી પૂછાય છે.
અગ્નિવીરની તૈયારી કેવી રીતે કરવી?
- જૂના પેપર ના સોલ્યુશન વાંચી શકાય. YouTube પર ધણા વિડિયો મળશે પણ એ બધા પર આંખો બંધ કરી ને ભરોષો મૂકવો નઈ કારણકે અગ્નિવીરની પરીક્ષા ઓનલાઈન હોય છે એટલે પેપર બહાર આવતું નથી. જે પણ પ્રશ્નો બહાર આવે એ ઉમેદવારો ને સ્મરણશક્તિ પ્રમાણે હશે.
- બોનસ માર્કસ ની જોગવાઈ * જેમાં NCC A/B/C certificate ધરાવતા ઉમેદવારો ને 5 ગુણ /10
ગુણ/C certi. ધરાવનાર ને CEE પરીક્ષા આપવાની રહેતી નથી. C certi. ની સાથે જો રિપબ્લિક પરેડ માં ભાગ લીધો હોય તો 25 ગુણ. – રમતગમત નું certificate (રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર નું – certificate) હોય તો 5 થી 20 માર્કસ સુધી બોનસ મળી શકે. (છેલ્લા 2 વર્ષનું જ લાગુ પડશે) - કોઈ જવાનની વિધવા કે પુત્રી હોય તો 20 માર્કસ નું બોનસ મળી શકે. ઉપરોક્ત વિવિધ કેટેગરી માંથી કોઈ પણ એક ના આધારે જ બોનસ માર્કસ મળશે. CEE માં મેળવેલ માર્કસ અને બોનસ માર્કસ ગણી ને એક કટ ઓફ માર્કસ નક્કી કરી આગામી તબક્કા માટે ઉમેદવારોનું લિસ્ટ ઓનલાઈન વેબસાઇટ પર પરીક્ષાની તારીખના આશરે 1 મહિનામાં મૂકવામાં આવે છે.
શારીરિક માપદંડ પરાના કુલ 100 ગુણ
CEE પરીક્ષા માં ઉત્તીર્ણ થયા બાદ તમારા ARO દ્વારા નક્કી કરેલા સ્થળ પર શારીરિક પરીક્ષા યોજાશે. જેના કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાના રહેશે. સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. શારીરિક પરીક્ષા બાદ ત્યાં જ તમારા ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવશે.
- આ અંતર્ગત વિવિધ પરીક્ષાઓ જેવી કે, 1.6 km ની દોડ 5.30 મિનિટ સુધીમાં પૂરી કરવાની રહેશે. (જેટલા ઓછા સમયમાં પૂરી કરવામાં આવે એટલા વધુ માર્કસ)(48 થી 60 માર્કસ વચ્ચે),
- બીમ પુલ અપ – 6-10 પુલ અપ કરવાના જેના 16–40 માર્કસ મળી શકે,
- લાંબી કૂદ (10 ફૂટ) (કફત કવોલિફાઈંગ હોય), ઊંચી કૂદ (3 ફૂટ) (કફત કવોલિફાઈંગ હોય) અને મહિલાઓ માટે 1.6 KM ની દોડ 7.30 થી 8 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે,
- લાંબી કૂદ (10 ફૂટ) (કફત કવોલિફાઈંગ હોય), ઊંચી કૂદ (3 ફૂટ) (કફત કવોલિફાઈંગ હોય) રહેશે.
લઘુત્તમ ભૌતિક ધોરણો
અગ્નિવીર જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન : ઊંચાઈ (Cms)-168, છાતી 77, વજન 50 અગ્નિવીર ટેકનિકલઃ ઊંચાઈ (Cms)-167, છાતી 77, વજન 50
અગ્નિપથ યોજનાના લાભો અને વિશેષતાઓ
પસંદ કરાયેલા ઉમેદવારોને અગ્નિવીર કહેવામાં આવશે અને તેઓ કુલ 4 વર્ષ માટે ભારતીય સેના, નેવી અથવા એરફોર્સમાં સેવા આપશે. આ સમય દરમિયાન, વ્યાવસાયિક સૈનિકો બનવા માટે તમામ જરૂરી તાલીમ આપવામાં આવશે.- અગ્નિવીરોને તેમના સેવા કાર્યકાળ પછી નિવૃત્ત કરવામાં આવશે અને તેમને સર્વિસ ફંડ કમિશન દ્વારા 11.7 લાખ રૂપિયાની એકમ રકમ આપવામાં આવશે, જે સંપૂર્ણપણે કરમુક્ત છે.
- જો કે, અગ્નિવીર આ યોજના હેઠળ કોઈપણ પ્રકારનું પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં.
- નિવૃત્ત અગ્નિવીરને તેમના કાર્યકાળ માટે પ્રમાણપત્રો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અને તેમના ભાવિ જીવનને સુરક્ષિત કરવા માટે વિવિધ પ્રકારના કારકિર્દી વિકલ્પો આપવામાં આવશે.
- આ યોજના હેઠળ, ભારતીય સેના 25% અગ્નિવીરને તેમનો કાર્યકાળ પૂરો થવા ૫૨ કાયમી સૈનિકો તરીકે નિયુક્ત કરી શકે છે.
તાલીમ અને ચાર વર્ષની સેવા પછી શું થાય છે?
- ચાર વર્ષના કાર્યકાળના પ્રથમ છ મહિના માટે તાલીમ આપવામાં આવશે આ પછી સેનાના જવાનો સાથે દેશની સેવા કરવાનો મોકો મળશે.
- અગ્નિવીરોની સેવાના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ તેઓ તેમની ઈચ્છા મુજબ નિયમિત સેવા આપવા માટે પણ અરજી કરી શકશે. જોકે 75 ટકા(જે સેના નક્કી ક૨શે,જે વધારે અગ્નિવિર ને પણ રાખી શકે છે)
- અગ્નીવિરોને ચાર વર્ષની સેવા પછી જવાનોને સેવામાંથી મુક્ત કરવામાં આવશે તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવામાં આવશે.
સેવા નિધિ ની રકમ મળશે (આશરે11.71 લાખ)
- અગ્નીવિર નું કોઈ એક કૌશલ્ય નું સ્કીલ સર્ટિફિકેટ મળશે (જે તાલીમ દરમ્યાન નક્કી થાય)
ધોરણ 12 નું સર્ટિફિકેટ પણ મળશે (જો 10 પાસ બાદ જોડાયા હોવ ત આ સિવાય સેવા દરમિયાન IGNOU કે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી માંથી કોઈ કોર્સ કર્યો હોય તો એનું પણ સર્ટિફિકેટ મળશે. - એટલે કે તમ ગ્રેજ્યુએટ નું સર્ટિફિકેટ મેળવી શકો.
- એટલે કે તમને 4 વર્ષ દેશની સેવા કરવાના અનુભવ ની સાથે સાથે ભવિષ્યમાં પણ સન્માનભેર જીવન જીવી શકે તેની પૂરતી જોગવાઇ કરવામાં આવી છે.
- ફોર્મ ભર્યા પહેલા પોતાના શારીરિક અને તબીબી માપદંડોની તપાસ કરાવી લેવી. જેથી પાસ થયા બાદ કોઈ સમસ્યા ન આવે.
- ખાસ તો કોઈપણ અજાણ્યા દલાલીઓ દ્વારા લાલચમાં ન આવશો. આર્મી ભરતી એકદમ પારદર્શક છે.
આ પણ વાંચો :-
- GPSC ભરતી 2023 : DYSO, TDO અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
- khel Sahayak Bharti 2023 : ખેલ સહાયક ભરતી 2023| કસોટીનો અભ્યાસક્રમ, ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા
- Gujarat High Court Peon Answer Key 2023 : ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી અને પ્રશ્નપત્ર pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- Gujarat High Court Peon Exam Question Paper (09/07/23 ) PDF : ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષાનું પ્રશ્નપત્ર pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- ITBP Driver Bharti 2023 : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2023, ફટાફટ અરજી કરો
- Bharat Griha Raksha Policy 2023 : ભારત ગૃહ રક્ષા નીતિ, જાણો તમામ માહિતી ગુજરાતીમાં
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
2 thoughts on “Agniveer Syllabus And Preparation : અગ્નિવીર માટે ધોરણ 10 સુધીના પુસ્તકો જ વાંચવાના રહેશે : અગ્નિવીરની તૈયારી કેવી રીતે કરવી?”