અંબાલાલ ની કાળજા કંપાવે એવી આગાહી : ત્રણ દિવસ આ જીલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ


અંબાલાલ ની કાળજા કંપાવે એવી આગાહી : રાજ્યભરમાં આજથી વસોનો બોજો તબક્કો શરૂ થશે. હવામાન વિભાગની બોગાહી એમ? સૌરાષ્ટ્ર મધ્ય સહિત રાજ્યના ગામે જિલ્લા, દીવ, દાદરા નગર હવેલીમાં ગોવા સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગુરુવારે રાજ્યના 120 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો, કપડવંજ તાલુકાના ખુબજીના મુવાડા ગામે વીજળી પડવાને કારણે 16 વર્ષના કિશોરનું મોત થયું હતો. તો માતર તાલુકાના આસામલી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા ૩ પરિવારજનો દબાઈ થતાં ઇજાગ્રસ્ત થયા હતા.

ક્યાં ભારે વરસાદની આગાહી

  • શુક્રવાર: ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરા- નગર હવેલી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, બોટાદ, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા.
  • શનિવારઃ નવસારી, વલસાડ, દમણ, દાદરા- નગર હવેલી,અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી.
  • રવિવારઃ નવસારી, વલસાડ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી.
  • સોમવાર: બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી.

અંબાલાલ ની કાળજા કંપાવે એવી આગાહી


જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ પુનરાગમન કર્યુ હતું. કાલાવડમાં બે કલાકમાં જ ધોધમાર બે ઇંચ પાણી વરસ્યું હતું. ભાણવડ શહે૨માં પોણો ઇંચ વરસાદ રાત્રી સુધીમાં પડયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સુમારે અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો.


આ વર્ષે 10 લાખ હેક્ટર વધુ વાવેતર થયું રાજ્ય સ૨કા૨ના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધીમાં રાજ્યભરમાં 40.46 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું હતું. ગત વર્ષે આ જ સમયગાળામાં 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જે ગત વર્ષે 13.28 લાખ હેક્ટર હતું.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો



Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો