અંબાલાલ પટેલની આગાહી સાંભળી ચોંકી જશો : ગુજરાતમાં ૩૦ દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, સરોવર બંધ ઓવરફ્લો થશે



અંબાલાલ પટેલની આગાહી સાંભળી ચોંકી જશો : આગામી ૩૦ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૩૦ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે ૧૮થી ૨૨ તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. તથા સરોવર બંધ ઓવરફ્લો થશે.

ગુજરાતમાં ૩૦ દિવસ વરસાદ ભુક્કા બોલાવશે

તારીખ ૧૯, ૨૦ અને ૨૧ જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. ૧૯થી ૨૧ જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે. સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. અને મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલની આગાહી સાંભળી ચોંકી જશો


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૭, ૨૮ અને ૨૯ જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. ૨, ૩ અને ૪ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. ૮થી ૧૨ ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સાબરમતી, નર્મદા અને તાપીમાં ઘોડાપૂર આવશે, સરદાર સરોવર ઓવરફ્લો થશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો


1 thought on “અંબાલાલ પટેલની આગાહી સાંભળી ચોંકી જશો : ગુજરાતમાં ૩૦ દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, સરોવર બંધ ઓવરફ્લો થશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો