અંબાલાલ પટેલની ઘાતક આગાહી : તારીખ 28 અને 29 નાં રોજ આ જીલ્લાઓમાં પવન ફૂંકાઈને માવઠું થઇ શકે છે.

અંબાલાલની ઘાતક આગાહી : રાજ્યમાં ફરીથી એકવાર કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. તારીખ 28 અને 29 નાં રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં શનિવાર અને રવિવારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં પવન ફૂંકાઈને વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ તેવી શક્યતા છે. તેથી માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે કડક સૂચના આપી છે.

આગામી દિવસોમાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે, કમોસમી વરસાદ ના કારણે રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મુક્તિ મળશે. 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. આજથી ગુજરાતભમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આથી 26 થી 30 મે સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે. રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે.

કયા કયા જીલ્લાઓમાં વરસાદ પડી શકે છે

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા તેમજ ભરૂચ જીલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની પુરી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલની ઘાતક આગાહી

આગાહી માટે વિખ્યાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
અપડેટ માટે whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો