અંબાલાલ પટેલ : આવનારા દિવસોમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી | સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય થોડો વરસાદ પડ્યો. એવામાં હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસો 15,16 અને 17 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં વરસાદ પડશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની સપ્ટેમ્બર મહિનાની આગાહી
15,16 અને 17 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 17 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. 16 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો :-
- ઇ-વિધાનસભામાં ધારાસભ્યો નવાનિશાળિયા સાબિત ઠર્યાં : વિધાનસભામાં ધારાસભ્યો ટેબલેટ પર આંગળીના ટેરવા ફેરવતા રહ્યાં
- Veer Gatha 3.0 Registration 2023 : વીર ગાથા 3.0 રજીસ્ટ્રેશન 2023, ભાગ લો અને જીતો ઇનામ, વિજેતાની યાદી
- SSA Bharti 2023 : SSA ગુજરાત ભરતી સમગ્ર શિક્ષા 2023 માટે આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |