ગુજરાત સરકારનું Anubandham Portal Registration 2023 : અહી 10 પાસથી ગ્રેજ્યુએટ તમામને મળશે સરકારી કે ખાનગી નોકરી

Anubandham Portal Registration 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો? તોઆ આર્ટિકલ તમારા માટે ખુબ મહત્વનો છે. હવે તમને નોકરી મળશે ઘરે બેઠા કારણકે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેથી યુવાનો તેમના મોબાઈલ ફોનમાં ઘરે બેઠા વિવિધ નોકરીઓની માહિતી મેળવી શકે. અનુબંધમ પોર્ટલમાં દરરોજ સરકારી અને ખાનગી નોકરી ની માહિતી મુકવામાં આવે છે. અનુબંધમ પોર્ટલનો લાભ લેવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઉમેદવાર અનુબંધમ પોર્ટલમાં Registration કરવું પડશે.ત્યાર બાદ જો કોઈ ભરતી હશે, તો તે તેમને ઘરે બેઠા રોજગાર તાલીમ દ્વારા જાણ કરવામાં આવશે.

અનુબંધમ પોર્ટલ ગુજરાત રજીસ્ટ્રેશન


ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે તેથી ગુજરાતના બેરોજગાર યુવાનોને સરળતાથી અને ઝડપથી નોકરીની માહિતી મળી રહે તે માટે ગુજરાત શ્રમ વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, આ પોર્ટલમાં જેમણે નોકરીની જરૂર છે તેવા અને જેઓ નોકરી આપવા માંગે છે તેવા આમ બંને એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અનુબંધમ પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. અનુબંધમ પોર્ટલ શરૂ થવાથી, રાજ્યના ઘણા બેરોજગાર યુવાનોને હવે નોકરીની માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ છે.

Anubandham Portal Registration 2023 Highlights

કોના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા
આર્ટિકલ નું નામ Anubandham Portal Registration 2023
આર્ટિકલની કેટેગરી Sarkari Result
મંડળનું નામ ગુજરાત શ્રમ વિભાગ
લાભાર્થી બેરોજગાર યુવાનો
સત્તાવાર વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/

ગુજરાત અનુબંધમ મોબાઈલ એપ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં બેરોજગાર યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે હેતુથી anubandham mobile app પણ લોન્ચ કરવામાં આવી છે. અનુબંધામ મોબાઈલ એપ કેવી રીતે ઓપરેટ કરવી તેની સમાજ નીચે મુજબ આપવામાં આવેલી છે.

  • અનુબંધમ એપ પર ઉમેદવારો ગમે ત્યાંથી લોગીન કરી શકે છે.
  • ઉમેદવારો આ અનુબંધમ એપ દ્વારા સરળતાથી જોબ સર્ચ કરી શકે છે.
  • નોકરી મેળવનાર ઉમેદવાર કોઈપણ જગ્યાએથી નોકરી માટે અપ્લાય કરી શકે છે.
  • જો નોકરી મેળવનાર ઉમેદવારે નોકરી માટે અરજી કરી હોય તો તે મોબાઈલ એપ્લિકેશન પર તેના ઈન્ટરવ્યુની તારીખ અને સમય પણ જોઈ શકે છે.
  • ભાર્તીમેલામા વિશેની તમામ માહિતી અનુબંધમ એપ દ્વારા પણ મેળવી શકાય છે.
  • અનુબંધમ રોજગાર પોર્ટલ પર નોંધાયેલા ઉમેદવારો આ એપ્લિકેશન દ્વારા જાતે જ નોકરીની પસંદગીઓ આપી શકે છે.

જોબ મેળવનાર માટે અનુબંધમ પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી?

ગુજરાતનો કોઈપણ યુવક અનુબંધમ પોર્ટલ પર નોકરીની માહિતી માટે નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને સરળતાથી નોંધણી કરાવી શકે છે.

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટ anubandham.gujarat.gov.in ઓપન કરો.
  • પછી “Registration” બટન પર ક્લિક કરો.
  • તેમાં “job Seeker” વિકલ્પ પસંદ કરો.
  • પછી તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP દ્વારા તેને વેરિફાઈ કરો.
  • પછી ખુલે તે ફોર્મમાં તમારી બધી માહિતી ભરો.
  • માહિતી ભર્યા પછી, છેલ્લે ‘Sigh Up‘ બટન પર ક્લિક કરો અને તમારી નોંધણી પૂર્ણ કરો.

જોબ પ્રોવાઈડર માટે અનુબંધમ પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ anubandham.gujarat.gov.in ની મુલાકાત લો.
  • પછી હોમપેજ પરથી મેનુ પર ક્લિક કરો અને “Job Provider” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે બીજું પેજ ખુલે છે તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દાખલ કરો અને તેને OTP દ્વારા વેરીફાઈ કરો.
  • વેરિફિકેશન પછી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ચોક્કસ ભરો.
  • માહિતી ભર્યા પછી, છેલ્લે ‘સાઇન અપ’ પર ક્લિક કરો./account/signup

ગુજરાત અનુબંધમ પોર્ટલ હેલ્પલાઇન નંબર


જો નોકરી શોધનાર અને એમ્પ્લોયર બંનેને કોઈ સમસ્યા અથવા પ્રશ્ન હોય, તો તેઓ અનુબંધમ પોર્ટલમાં આપેલા હેલ્પલાઈન નંબર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. બેરોજગાર યુવાઓને કોઈ સમસ્યા નાં થાય અથવા to સમસ્યાનું સમાધાન થાય તે હેતુથી ગુજરાત અનુબંધમ પોર્ટલ હેલ્પલાઇન નંબરની સુવિધા શરુ કરવામાં આવેલ છે.

  • હેલ્પલાઇન નંબર: 6357390390

આ પણ વાંચો :-Gujarat High Court Bharti 2023 For Peon : ગુજરાત હાઇકોર્ટમાં આવી 10 પાસ પર 1499 જગ્યાઓ માટે મોટી ભરતી

મહત્વપૂર્ણ લિંક્સ

અનુબંધમ પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન અહી ક્લિક કરો
લોગીનઅહી ક્લિક કરો
સૂચનાઓ અને માહિતી અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો