બિપોરજોય વાવાઝોડાનો ખતરો : ધોળા દિવસે દેખાશે તારા : આ 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે, બંદરો પર લગાવાયું ભયસૂચક સિગ્નલ

બિપોરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર વધતો જાય છે. દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા બિપોરજોય વાવાઝોડુ દ્વારકાથી 400 કિમી દૂર છે. 5 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ યલો એલર્ટ છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે કે ધોળા દિવસે તારા દેખાશે.

બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને લઇ PM મોદીએ બેઠક બોલાવી

વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવાઝોડાની બિપોરજોય સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક કરી છે. હવામાન વિભાગ (IMD) એ 14 અને 15 જૂને કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

બિપોરજોય વાવાઝોડાનો ખતરો

કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર છે.

આ પણ વાંચો :-

જરૂરી લિંક્સ

બિપોરજોય વાવાઝોડું લાઈવ જુઓ અહી ક્લિક કરો
બિપોરજોય વાવાઝોડું ક્યા પહોચ્યું અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

4 thoughts on “બિપોરજોય વાવાઝોડાનો ખતરો : ધોળા દિવસે દેખાશે તારા : આ 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે, બંદરો પર લગાવાયું ભયસૂચક સિગ્નલ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો