Biporjoy Live Tracking Windy : બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની મહા ભયંકર આગાહી, આગામી 48 કલાકમાં સક્રિય થશે વાવાઝોડુ

Biporjoy Live Tracking Windy : બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની મહા ભયંકર આગાહી, બિપોરજોય વાવાઝોડાની અસર આગામી 48 કલાકમાં સક્રિય થશે : ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો હજી પણ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. તેમજ વાવાઝોડુ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. હાલમાં વાવાઝોડું પોરબંદરથી 1060 કિલોમીટર દૂર છે ત્યારે જરૂરિયાત પ્રમાણેના દરિયાઈ કાંઠે સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં સંભવિત ચક્રવાતને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ચક્રવાતને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ ના કહેવા મુજબ આગામી 24 કલાકમાં બિપોરજોય વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

બિપોરજોય વાવાઝોડુ 24 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે

બિપોરજોય વાવાઝોડુ 24 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે .વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકે તેવું માનવામાં આવી રહ્યું છે.

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેત

હવામાન વિભાગ ના કહેવા મુજબ 11 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેત છે. દરિયા કિનારા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 11 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને અસર થવાની સંભાવનાં છે. જેમાં વેરાવળ, ઉના, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર થઈ શકે છે : હવામાન વિભાગ

અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર બિપોરજોય વાવાઝોડુ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સીથી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જૂનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર પર વર્તાશે. તેના કારણે દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું

ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપોરજોય નામ આપ્યું છે. જેનો અર્થ આફત થાય છે.

મહત્વપૂર્ણ લિંક્સ

Biporjoy Live Tracking Windy અહી ક્લિક કરો
અપડેટ્સ માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

5 thoughts on “Biporjoy Live Tracking Windy : બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની મહા ભયંકર આગાહી, આગામી 48 કલાકમાં સક્રિય થશે વાવાઝોડુ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો