બિપોરજોય વાવાઝોડાની લાઈવ સ્થિતિ : વાવાઝોડાની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે હવે સાત કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને હવામાન વિભાગ અનુશાર આજે સાંજે 5.30 વાગ્યે વાવાઝોડું જખૌ બંદરની આસપાસ ત્રાટકશે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં થશે જોરદાર અસર.બિપરજોય વાવોઝડું હવે અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 170 કિલોમિટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 અને નલીયાથી 190 કિલોમિટર દૂર છે.
બિપરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર ક્યા થશે?
બિપોરજોયવાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવના છે. જોકે આની અસર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળી શકે છે, અહીં હવામાનમાં પલટો આવે એવી શક્યતા છે. અને જોરદાર પવન ફૂકાવાની શક્યતા છે.
રાજસ્થાનમાં પણ રેડ એલર્ટ
રાજસ્થાનના કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની પણ જાહેરાત કરી દેવાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવાર અને શનિવારે રાજસ્થાનના અમુક જિલ્લામાં વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.બાડમેર અને જાલોરમાં શુક્રવાર માટે રેડ ઍલર્ટની જાહેરાત કરાઈ છે. જ્યારે જોધપુર, પાલી અને નાગોરમાં શનિવાર માટે રેડ ઍલર્ટ છે. આ ઉપરાંત જયપુર, અજમેર અને ટૉન્ક જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ છે.
આ પણ વાંચો :-
- બિપોરજોય વાવાઝોડાનો ખતરો : ધોળા દિવસે દેખાશે તારા : આ 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે, બંદરો પર લગાવાયું ભયસૂચક સિગ્નલ
- Biporjoy Live Tracking Windy : બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની મહા ભયંકર આગાહી, આગામી 48 કલાકમાં સક્રિય થશે વાવાઝોડુ
બિપોરજોય વાવાઝોડાની લાઈવ સ્થિતિ
જેમ-જેમ બિપોરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે, તેમ-તેમ તેની અસર વધતી જઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખીલ મુધોલકરે કહ્યું હતું કે, “અહીં અત્યારે 60થી 70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમે દરિયાકાંઠાના વિસ્તારની મુલાકાત લીધી છે, નીચાણવાળા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું છે. જ્યાં જરૂર છે ત્યાં ટુકડીઓને તહેનાત કરી દેવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિંક્સ
બિપોરજોય વાવાઝોડાની લાઈવ સ્થિતિ | અહી ક્લિક કરો |
અપડેટ્સ માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
1 thought on “બિપોરજોય વાવાઝોડાની લાઈવ સ્થિતિ : બિપોરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર ક્યા થશે?”