ચન્દ્રયાન 3 જ્યાં લેન્ડ થયું તે આજથી શિવશક્તિ પોઈન્ટ : ચન્દ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચન્દ્રયાન-૩ ઉતર્યું છે તે સ્થળ હવે ‘શિવશક્તિપોઈન્ટ’ તરીકે ઓળખાશે. દેશમાં દર વર્ષે 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઊજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ બે મહત્ત્વની જાહેરાત કરી. આ લેન્ડ સ્થળ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક આવેલું છે, અને તે ભારતનું ચંદ્ર પરનું બીજું ઉતરાણ સ્થળ છે. ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન હતું, અને તે 14 જુલાઈ, 2023ના રોજ ભારતના સત્તાવાર સ્પેસ લોન્ચ પ્લેટફોર્મ GSLV Mk III-M1 પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડર વિક્રમ અને રોવર પ્રગતિ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યા હતા, અને તેઓએ ચંદ્ર પરના ધ્રુવીય પ્રદેશમાં સંશોધન કરવાનું શરૂ કર્યું હતું.
ચન્દ્રયાન 3 જ્યાં લેન્ડ થયું તે આજથી શિવશક્તિ પોઈન્ટ
ચન્દ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચન્દ્રયાન-૩ ઉતર્યું છે તે સ્થળ હવે ‘શિવશક્તિપોઈન્ટ’ તરીકે ઓળખાશે. દેશમાં દર વર્ષે 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઊજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ બે મહત્ત્વની જાહેરાત કરી. દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસેથી પરત ફરીને વડાપ્રધાન સીધા બેંગલુરુ સ્થિત ઈસરોમાં પહોંચ્યા. ત્યાં તેમણે ચન્દ્રયાન-3 મિશન સફળ બનાવનારા વિજ્ઞાનીઓની મુલાકાત લીધી.
ચન્દ્રયાન-2એ પોતાનાં પગલાં છોડ્યાં હતાં તે સ્થળ હવે તિરંગા પોઈન્ટ’
આ દરમિયાન તેમણે કહ્યું કે વર્ષ 2019માં જે સ્થળે ચન્દ્રયાન-2એ પોતાનાં પગલાં છોડ્યાં હતાં તે સ્થળ હવે તિરંગા પોઈન્ટ’ તરીકે ઓળખાશે. તે પોઈન્ટ દરેક ભારતીયને યાદ અપાવશે કે નિષ્ફળતા એ અંત નથી. ઈસરોએ શનિવારે કહ્યું કે ભારતનું પહેલું સૂર્યમિશન આદિત્ય એલ-1બીજી સપ્ટેમ્બરે લૉન્ચ કરાશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગગનયાનની પહેલી ઉડાન ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં થશે. તેના બીજા તબક્કામાં ફીમેલ રોબોટ અંતરિક્ષમાં મોકલાશે.
વડાપ્રધાન મોદીએ શનિવારે ઈસરોના વડા એસ. સોમનાથની પીઠ થપથપાવીને શુભેચ્છા આપી. 2019માં ચન્દ્રયાન-2 નિષ્ફળ ગયું હતું ત્યારે કે. સિવન રડી પડ્યા હતા.વડાપ્રધાન મોદી જ્યારે એચ.એલ. એરપોર્ટ પર ઉતર્યા તો ત્યાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ન હતા. આ અંગે સવાલ ઊઠ્યા તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે સિદ્ધારમૈયાએ વડાપ્રધાન પહેલાં વિજ્ઞાનીઓનું સન્માન કરી દીધું હતું એટલે વડાપ્રધાને મુખ્યમંત્રીને એરપોર્ટ પર આવતા રોકી દીધા હતા.
આ પણ વાંચો :-
- Chandrayaan 3 Landing Successfull : ચંદ્રયાન 3 નું ચંદ્ર પર ઉતરાણ સફળ,દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો
- Chandrayan 3 Live Landing Video : ચંદ્રયાન 3 લેન્ડિંગ લાઈવ વીડિયો અહીંથી જુઓ તમારા મોબાઈલ ફોન પર ઘરે બેઠા
- Chandryan-3 Updates : ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં ત્રીજો ઘટાડો થયો યાન ચંદ્રની સંપૂર્ણ ગોળાકાર ઓર્બિટમાં આવ્યું : વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના ૭૦ ડિગ્રી અક્ષાંશ પર ઉતર પર ઉતરશે
મહત્વપૂર્ણ લિંક્સ
ઈસરો વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “ચન્દ્રયાન 3 જ્યાં લેન્ડ થયું તે આજથી શિવશક્તિ પોઈન્ટ : 23 ઓગસ્ટે ‘નેશનલ સ્પેસ ડે’ ઊજવાશે, જાણો તમામ માહિતી”