લો આવી ગઈ સૌથી સસ્તી કાર : દેશમાં પ્રથમ ઇથેનોલ કાર ગડકરીએ લૉન્ચ કરી|ઇંધણ 50% સસ્તું, પ્રદૂષણ 77% ઓછું

દેશમાં પ્રથમ ઇથેનોલ કાર ગડકરીએ લૉન્ચ કરી : દેશમાં હવે ઇથેનોલ કાર, ઇંધણ 50% સસ્તું, પ્રદૂષણ 77% ઓછું
દેશના માર્ગો પર હવે સંપૂર્ણપણે ઇથેનોલથી ચાલતી કાર દોડતી થઈ જશે. કેન્દ્રીય માર્ગ-પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ઇથેનોલ ઇંધણથી ચાલતી વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યૂઅલ કારનો પ્રોટોટાઇપ લૉન્ચ કર્યો હતો. એટલે કે કારમાં ઇથેનોલ એન્જિન ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર પણ છે. ટોયોટા-કિર્લોસ્કર મોટર્સ . ઑટોમોટિવ રિસર્ચ ઍસોસિયેશન સાથે મળીને ઇનોવા હાઈક્રોસ કાર તૈયાર કરી છે. આ વિશ્વની સૌપ્રથમ એવી આ કાર શહેરમાં લિટરદીઠ 28 કિલોમીટર અને હાઈ-વે પર 35 કિલોમીટરનું માઇલેજ આપશે. આ તકે કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું ઇથેનોલવાળી કાર કાર્બનનું 77% ઉત્સર્જન કરે છે.

સૌથી સસ્તી કાર


જ્યારે 54-56 રૂપિયે લિટર ઇંધણ વપરાય છે, જે પેટ્રોલ કરતાં અંદાજે 50% સસ્તું છે. તેમણે કહ્યું કે ભારત ત્રણ મહિનાથી 20% ઇથેનોલ મિશ્રણની ક્ષમતા સુધી પહોંચી શકે છે. દેશમાં તમામ કાર, દ્વિચક્રી વાહનો, રિક્ષા 100% ઇથેનોલ પર ચાલે તેવું મારું સપનું છે. ખેડૂતો અન્નદાતા પછી ઊર્જાદાતા બની ગયા છે. મહત્ત્વનું છે કે કેન્દ્ર સરકાર દેશમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં પેટ્રોલમાં 10% ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે 2025 સુધી પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

એકથી દોઢ વર્ષમાં ઇથેનોલથી ચાલતી કાર રસ્તા જોવા મળશે

સામાન્ય ભારતીય માટે ઇથેનોલ કાર ક્યારથી ઉપલબ્ધ થશે? અત્યાર ટૅક્નોલોજી શરૂ થઈ છે. શરૂઆતમાં કારની કિંમત પેટ્રોલ-ડીઝલ કરતાં થોડી મોંઘી હોઈ શકે છે પરંતુ સામાન્ય લોકો ખરીદી શકશે. કારણ કે માઇલેજની દૃષ્ટિએ એ સસ્તી પડશે. એકથી દોઢ વર્ષમાં સામાન્ય લોકો ઇથેનોલથી ચાલતી કાર રસ્તા પર ચલાવતાં જોઈ શકશે. કારની વિશેષતા, સામાન્ય કાર
એક-દોઢ વર્ષમાં ઇથેનોલ કાર રસ્તા પર ફરશે.


મેઇન્ટેનન્સ મોંઘું કે સસ્તું હશે ?

માઇલેજની ઢષ્ટિએ એ લિટરદીઠ 40 રૂપિયા સસ્તી પડશે. મેન્ટેનન્સ પણ ડીઝલ કે પેટ્રોલ કાર કરતાં સસ્તું હશે. મેન્ટેનન્સ ખર્ચ 25-30 ટકા ઓછું થશે. દેશમાં ઇથેનોલ ઇંધણની સ્થિતિ શી છે? તેમાં શેનું મિશ્રણ છે? પ્રારંભિક તબક્કો છે પરંતુ પરિણામ અપેક્ષા કરતાં સારું છે. અત્યારે મકાઈ, ચોખા, પરાળી, શેરડી વગેરેનું મિશ્રણ છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો


1 thought on “લો આવી ગઈ સૌથી સસ્તી કાર : દેશમાં પ્રથમ ઇથેનોલ કાર ગડકરીએ લૉન્ચ કરી|ઇંધણ 50% સસ્તું, પ્રદૂષણ 77% ઓછું”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો