Female Health Worker Final Select List Declared : ફિમેલ હેલ્થ વર્કર એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને તા.૨૭-૦૯-૨૦૨૨ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમજ તા.૦૮-૦૮-૨૦૨૩ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે.
Female Health Worker Final Select List Declared
વિભાગનું નામ | GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR |
આર્ટિકલનું નામ | Female Health Worker Final Select List Declared |
જાહેરાત ક્રમાંક | 16/202122 |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result, Result |
ફિમેલ હેલ્થ વર્કર એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર | pdf ફાઈલમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
ફિમેલ હેલ્થ વર્કર એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને તા.૨૭-૦૯-૨૦૨૨ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમજ તા.૦૮-૦૮-૨૦૨૩ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે.
ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ ના નિયમ-૧૪(૨) અન્વયે એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) બહાર પાડવાની જોગવાઇ છે. જે મુજબ વિવિધ જિલ્લા પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ મંડળના તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં, હાજર ન રહેલ ઉમેદવારો(Absent), જિલ્લા પસંદગી ન કરેલ હોય (Not Choose) તેવા ઉમેદવારો, જિલ્લામાં નિમણુંકવાળી જગ્યાએ હાજર ન થયેલ હોય તેવા ઉમેદવારો તથા હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અનેમૃત્યુ પામેલ ઉમેદવારના કારણે સબંધિત જિલ્લામાં કેટેગરીવાઇઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને,તા.૦૮-૦૮- ૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરેલ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારોએ રુબરુમાં પસંદગી કરેલ જિલ્લા મુજબ તેઓને જિલ્લા ફાળવણી કરીને આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવે છે. આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) માં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મતારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યારબાદ જ સબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
સૂચનાઓ
- સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:-CRR/102018/461239/G-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણાપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષ્ણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇ/ચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે. તેવુ ઠરાવેલ હોઇ, સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણાપત્રોની ખરાઇ/ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) બહાર પાડવામાં આવે છે. જેથી નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્ર ક્રમાંક:-સક્ષપ/૧૨૨૦૨૨૪૮૬૩૫/અ થી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને નિમણુંક આપતા પુર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.
- જેથી આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- The Gujarat Scheduled Castes, Scheduled Tribes and Other Backward Classes (Regulation of Issuance and Verification of Certificates) Act,2018ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇ/ચકાસણી કરવાની રહે છે.
- જે અન્વયે આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ અનુસુચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (SC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)માં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
- આ એડીશનલ ફાઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પડતર એસ.સી.એ.નં ૧૯૧૩૨/૨૦૨૨, ૧૯૩૯૯/૨૦૨૨, ૨૪૭૬૬/૨૦૨૨, ૨૬૦૦/૨૦૧૩ ના આખરી ચુકાદાને આધીન રહેશે,તેવી શરત સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
.
આ પણ વાંચો :-
- Statistical Assistant Additional Final Select List (Waiting List) : આંકડાકીય મદદનીશનું એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર
- ધો 10-12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, ધો 3થી 12 માટે નવો અભ્યાસક્રમ આવશે, આગામી સત્રથી અમલ થશે
- Gram Sevak 2nd Additional Provisnal Merit List : ગ્રામ સેવક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
- ચન્દ્રયાન 3 જ્યાં લેન્ડ થયું તે આજથી શિવશક્તિ પોઈન્ટ : 23 ઓગસ્ટે ‘નેશનલ સ્પેસ ડે’ ઊજવાશે, જાણો તમામ માહિતી
મહત્વપૂર્ણ લિંક્સ
ફિમેલ હેલ્થ વર્કર એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “Female Health Worker Final Select List Declared : ફિમેલ હેલ્થ વર્કર એડીશનલ ફાઈનલ સિલેક્ટ લીસ્ટ જાહેર”