Forest Guard Walking Test Weiting list 2023 : વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની જીલ્લાવાર પસંદગીયાદી આ કચેરીની તા.૧૮-૦૬-૨૦૨૨ ની જાહેર નોટિસથી તથા પ્રતિક્ષાયાદી આ કચેરીની તા.૦૭-૦૭-૨૦૨૨ ની જાહેર નોટિસથી પ્રસિધ્ધ થયેલ છે.
Forest Guard Walking Test Weiting list 2023
મંડળનું નામ | અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંકઃ | FOREST/201819/1 |
આર્ટિકલનું નામ | Forest Guard Walking Test Weiting list 2023 |
આર્ટિકલ કેટેગરી | |
વોકીંગ ટેસ્ટ માટેની તારીખ અને સમય | 23/06/2023 સવારે 5 કલાકે |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
વનરક્ષક વર્ગ-૩વેઈતિંગ લીસ્ટમાં આવતા ઉમેદવારોનાં વોકીંગ ટેસ્ટ માટે હાજર રહેવા અંગેની સૂચના
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક -પી.એસ.સી./૧૦૮૯/૩૯૧૦ ગ-૨ તા.૨૭-૦૭-૨૦૧૮ મુજબ નિમણૂંક આપેલ વનરક્ષકો પૈકી નિયત સમયમાં રાજીનામુ/અવસાન/ફરજમુક્તિ/અન્ય કારણોસર નોકરી છોડી ગયેલ ઉમેદવારની ખાલી પડેલ જગ્યા જે તે કેટેગરીના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોથી ભરવાની થાય છે.
વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારને નિમણૂંક આપવા માટે ભરતી નિયમો અનુસાર ઉમેદવારએ નિયત સમય અને મળવાપાત્ર તકમાં વોકીંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.
જેથી વનરક્ષક, વર્ગ-૩ ની ખાલી પડેલ જગ્યા ભરવા અંગે આ સાથે સામેલ એનેક્ષર-૧ મુજબના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નીચે પ્રમાણે યોજાનાર વોકીંગ ટેસ્ટમાં બિનચુક હાજર રહી, ભાગ લેવા જણાવવામાં આવે છે.
(૧) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયર્મા અનુસાર નિમણૂકપાત્ર ઉમેદવારીએ એ વોકીંગ ટેસ્ટ પાસ કરવાન હોવાથી એનેક્ષર-૧ મુજબના દરેક ઉમેદવારોએ આ વોકીંગ ટેસ્ટમાં અચુક ભાગ લેવા અને ઉપર પત્રકમાં જણાવેલ નિયત સ્થળ, સમય અને તારીખે હાજર રહેવા જણાવવામાં આવે છે.
(૨) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ અનુસાર પુરુષ ઉમેદવારએ ૨૫ (પચીસ) કિલોમીટર અંતર ૪ (ચાર) કલાકમાં પુરુ કરવાનુ રહેશે અને મહિલા ઉમેદવારોએ ૧૪ (ચૌદ) કિલોમીટર અંતર ૪ (ચાર) કલાકમાં પુરુ કરવાનુ રહેશે.
(૩) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ ના પરંતુક અનુસાર પ્રથમ વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર/વોકીંગ ટેસ્ટ પાસ ના કરનાર ઉમેદવારને વોકીંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી અને આખરી તક આપવામાં આવશે. જે બીજી અને આખરી વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર /નાપાસ ઉમેદવારને કોઇપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહિ
(૪) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમો અનુસાર સદરહુ વોકીંગ ટેસ્ટએ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ હોઇ કોઇપણ ઉમેદવારએ તેઓને નિમણૂંક મળી ગયેલ છે તેમ માની લેવાનુ રહેશે નહિ.
(૫) દરેક ઉમેદવારએ શારીરિક ક્ષમતા કસોટી સમયે મેળવેલ કોલ લેટર અને સરકારશ્રી માન્ય પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે પૈકી કોઇપણ એક ફોટાવાળું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.
(૬) વોકીંગ ટેસ્ટના સ્થળે ઉમેદવારના કોઇ સગાં- સબંધી-અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ.
(7) વોકીંગ ટેસ્ટમાં ઉમેદવારએ કોઇપણ પ્રકારના માદક / કેફી પદાર્થનુ સેવન કરવુ નહિ. આવા માદક / કેફી પદાર્થનુ સેવન કરેલ કોઇપણ ઉમેદવારને વોકીંગ ટેસ્ટના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહિ.
(8) વોકીંગ ટેસ્ટ માટે દરેક ઉમેદવારએ સ્વ -ખર્ચે ઉપસ્થિત થવાનુ રહેશે. વોકીંગ ટેસ્ટમાં ઉમેદવાર લાકડી/અન્ય સાધનો ઉપ્રયોગ કરી શકશે નહિ.
વનરક્ષક, વર્ગ-૩ વોકીંગ ટેસ્ટ માટે સમય અને સ્થળ

આ પણ વાંચો :-
- Std 10 And 12 July Purak Exam 2023 : ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પૂરક પરીક્ષા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર
- SBI Whatsapp Banking Service : SBI એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન અને બીજી ઘણી બધી સેવાઓ whatsapp દ્વારા
- Foster Parients Scheme 2023 : પાલક માતા યોજના, બાળકને દર મહિને રૂ. 3000 રૂપિયા મળશે
- Junior Cleark Result 2023 Direct Link : જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જાહેર, ફટાફટ પરિણામ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
વોકીંગ ટેસ્ટ માટે વેઈતિંગ લીસ્ટ | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |