GEMI Assistant Environment Engineer Senior Scientific Assistant અને Clerk cum Typist Result 2023 : ગેમીનું પરિણામ જાહેર કરવા બાબત


GEMI Assistant Environment Engineer Senior Scientific Assistant અને Clerk cum Typist Result 2023 : Gujarat Environment Management Institute (GEMI) Assistant Environment Engineer, Senior Scientific Assistant અને Clerk cum Typist ૨૦૨૩ ની ત્રણ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ગુજરાત સરકારશ્રીના Online Job Portal, OJAS (www.ojas.gujarat.gov.in) વેબસાઇટ પર તા.૨૨/૦૫/૨૦૨૩ થી તા.૦૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ હતી. ઉકત લાયકાત ધરાવતા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાનું નકકી થયેલ.

GEMI Assistant Environment Engineer Senior Scientific Assistant અને Clerk cum Typist Result 2023

વિભાગનું નામGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
આર્ટિકલનું નામGEMI Assistant Environment Engineer Senior Scientific Assistant અને Clerk cum Typist Result 2023
પત્ર ક્રમાંકગેમી/૩૯૭(૧૪)-૧૩૦૬-૨૦૨૩
આર્ટિકલ કેટેગરીSarkari Result,
paripatrapdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttp://www.sebexam.org/

લેખિત પરીક્ષાની બેઠક વ્યવસ્થા, પેપર,આન્સર શીટ, ઓ.ઓમ.આર. શીટ અને લેખિત પરીક્ષાનું મેરીટ મુજબ રીઝલ્ટ તૈયાર કરી આપવા સુધીની કામગીરી Gujarat Environment Management Institute (GEMI), લેખિત પરીક્ષા યોજવા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને જણાવેલ હતું. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૩૧/૦૮/૨૦૨૩ના પત્રથી સદરહું લેખિત પરીક્ષા તા.૨૪/૦૯/૨૦૨૩ (રવિવાર)ના રોજ Assistant Environment Engineer, Senior Scientific Assistant સંવર્ગની પરીક્ષા સવારના ૧૧.૦૦ કલાક થી સાંજે ૧૩.૦૦ અને Clerk cum Typist સંવર્ગની પરીક્ષા બપોરના ૧૫.૦૦ કલાક થી સાંજે ૧૭.૦૦ કલાક દરમ્યાન અમદાવાદ ખાતે પરીક્ષા લેવાનું આયોજન કરેલ હતું.


આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી અને આ પરીક્ષાના કોઇ પ્રશ્ન / પ્રોવિઝનલ આન્સર કી ના ઉત્તર સામે ઉમેદવાર રજુઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૦૬/૧૦/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઇ-મેઇલ એડ્રેસ [email protected] પર મોકલી આપવા સુચના આપવામાં આવેલ હતી. ગેમીની Senior Scientific Assistantની પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નં ૯ થી ૧૨ કોર્ષ બાહર પુછાયેલ હોવા અંગે ઉમેદવાર દ્વારા રજૂઆત કરેલ જે અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૮-૧૦-૨૦૨૩ના રોજ ઇ-મેઇલથી ગેમીની કચેરીને રજૂઆત મોકલી
આપેલ હતી.

ગેમીના ૧૮-૧૦-૨૦૨૩ના પત્રથી Senior Scientific Assistantની પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નં ૯ થી ૧૨માં ઉલ્લેખ કરેલ પ્રશ્નો ગેમી દ્વારા નિયત કરેલ Syllabusમાથી પુછવામાં આવેલ ન હોવાથી આ ચાર(૪) પ્રશ્નોના ગ્રેસિંગ માર્ક્સ આપવા જણાવેલ હતું. આ સિવાય ઉમેદવારો દ્વારા ત્રણેય સંવર્ગના A કેટેગરી પેપરની પ્રોવિઝનલ આન્સર કી ના ઉત્તર સામે મળેલ તમામ રજુઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની યકસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી.

આ ફાઇનલ આન્સર કી માં સુધારો કરેલ પ્રશ્નો બાબતે કોઇ રજૂઆત હોય તો તા. ૩૦/૧૦/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઇ-મેઇલ એડ્રેસ [email protected] પર મોકલી આપવા સુચના આપવામાં આવેલ હતી. ફાઇનલ આન્સર કી મુજબ રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તા૦૮/૧૧/૨૦૨૩ (બુધવાર)ના રોજ “Gujarat Environment Management Institute (GEMI) ની Assistant Environment Engineer, Senior Scientific Assistant અને Clerk cum Typist” નું પરીણામ જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

અહી વાંચો અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “GEMI Assistant Environment Engineer Senior Scientific Assistant અને Clerk cum Typist Result 2023 : ગેમીનું પરિણામ જાહેર કરવા બાબત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો