GEMI પરીક્ષા 2023 સૂચનાઓ : GEMI પરીક્ષા 2023 ની વિવિધ સંવર્ગ Assistant Environmental Engineer, Senior Scientific Assistant Clerk Cum Typist ની પરીક્ષા માટેની જરૂરી સુચનાઓ

GEMI પરીક્ષા 2023 સૂચનાઓ : ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગરમાં GEMI પરીક્ષા 2023 ની વિવિધ સંવર્ગ Assistant Environmental Engineer, Senior Scientific Assistant Clerk Cum Typist ની તારીખ 24 /09/ 2023 નાં રોજ લેવાનાર પરીક્ષા માટેની જરૂરી સુચનાઓ બહાર પાડવામાં આવી છે. જે નીચે આપવામાં આવેલ છે.

GEMI પરીક્ષા 2023

સંસ્થાનું નામગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા
આર્ટિકલ નું નામGEMI પરીક્ષા 2023 સૂચનાઓ
જાહેરાત ક્રમાંકGEMI-01-05/2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
પરીક્ષાની તારીખ24 /09/ 2023
સત્તાવાર વેબસાઈટhttps://gemi.gujarat.gov.in/

GEMI પરીક્ષા 2023 સૂચનાઓ

 1. ગેમી દ્વારા આપવામાં આવેલ સુચનાઓ/શરતો તેમજ ભરતી (પરીક્ષા) નિયમોની જોગવાઈઓને આધિન આ સ્પર્ધાત્મક કસોટીમાં ઉપસ્થિત થવા આપને તદ્દન કામચલાઉ ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. આ OMR આધારીત લેખિત સ્પર્ધાત્મક પરીક્ષામાં શરતી ઉપસ્થિતિથી આપની પસંદગી માટેના પાત્રતા માટેના હક દાવા પ્રસ્થાપ્તિ થઈ જતા નથી. આ પ્રવેશ અંગેનો ગેમીનો નિર્ણય આખરી રહેશે.
 2. આ કામચાલાઉ પ્રવેશ આપની અરજી પત્રકની વિગતોની ચકાસણીને આધીન રહેશે.
 3. ઉમેદવારે ઉપર જણાવેલ પરીક્ષાનો સમય શરૂ થવાના નિયત સમયથી 30 મિનિટ પહેલા પોતાના બેઠક નંબર વાળી જગ્યાએ પહોંચી સ્થાન લઈ લેવાનું રહેશે. પરીક્ષા શરૂ થયા બાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.
 4. સદર પરિક્ષામાં પ્રત્યેક ખોટા જવાબના કિસ્સાઓમાં જે તે જવાબના નિશ્ચિત ગુણના ૦.૨૫ ગુણ, ઉમેદવારે મેળવેલ ગુણમાંથી કાપવામાં આવશે એટલે કે ખોટા જવાબ માટે નેગેટિવ ગુણની બાબત ઉમેદવારે ધ્યાને રાખવી. જો ઉમેદવારે “E” વિકલ્પપસંદ કરેલ હશે તો નેગેટિવ માર્કીંગ ગણવામાં આવશે નહીં. તેમજ કોઈ જ વિકલ્પ પસંદ કરેલ નહિ હોય તો એટલે કે દરેક ખાલી છોડેલ પ્રશ્ન માટે ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
 5. ઉમેદવારે પરીક્ષાખંડમાં જે ઉત્તરપત્ર (OMR Sheet) આપવામાં આવે, તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારની સહી કરવાની રહેશે.
 6. આ લેખિત પરીક્ષામાં આપનો પ્રવેશ ઓનલાઈન જાહેરાત અને તેને સંબંધિત સૂચનાઓને આધારે આપે ઓનલાઈન ભરેલ અરજીપત્રમાંની વિગતોની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા સિવાય આપ સંબંધિત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવો છો તે શરતે આપવામાં આવે છે. જેમાં ભવિષ્યમાં ક્ષતિ જણાયે આપને કોઈ પણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવી શકે.
 7. પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારની ઓળખ માટે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઈપણ એક અસલ ફોટો ઓળખપત્ર ઉમેદવારે સાથે રાખવાનું રહેશ. જે વર્ગ નિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.
 8. આ પરીક્ષાના પ્રશ્નપત્રનું ઉત્તરપત્ર (OMR) (ઓપ્ટીકલ માર્ક રીડીંગ) પધ્ધતિનું રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક અંગ્રેજી આંકડામાં દર્શાવવાનો રહેશે તથા તે મુજબના અંકના ખાનામાં તેમજ ઉત્તરપત્રમાં જે તે પ્રશ્નના ક્રમ સામે દર્શાવેલ ઉત્તર A B C D & E ચિહ્નવાળા વર્તુળ આપવામાં આવેલ હશે. પૈકી યોગ્ય જવાબના ખાનામાં ( )માં બ્લુ/ બ્લેક બોલપેનથી સંપૂર્ણ આ પ્રમાણે ઘૂંટીને યોગ્ય જવાબ દર્શાવવાના રહેશે. જો આપ જવાબ આપવા અસક્ષમ હો તો E વિકલ્પના વર્તુળ પર બ્લુ બ્લેક શાહીની બોલપેનથી પુરેપુરું ડાર્ક કરવું. જો તેમ કરવામાં નહી આવે તો પણ જવાબ ખોટો ગણી નેગેટિવ ગુણ માટે ધ્યાને લેવામાં આવશે.
 9. ઉમેદવારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી પરીક્ષાના સમયે અચૂક સાથે લાવવો. તે સિવાય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
 10. ઉમેદવારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી પરીક્ષાના સમયે અચૂક સાથે લાવવો. તે સિવાય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
 11. OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતા પહેલા ઉત્તરપત્ર OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા, OMR ઉત્તરપત્રમાં માંગેલી વિગતો અંગ્રેજી અક્ષરમાં દર્શાવવાના રહેશે તથા તે મુજબ
  એનકોડીંગ (ઘુંટવુ) કરવાનુ રહેશે. અન્યથા ક્ષતિયુક્ત ઉત્તરપત્ર OMR રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહિ. જેની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉત્તરપત્ર ઉપર અન્ય કોઈ લખાણ કે ઓળખ અંગેના ચિન્હ કરવા નહીં અન્યથા ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે.
 12. OMR ઉત્તરપત્ર ઉપર ઉમેદવારે નિયત જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે તેમજ OMR ઉત્તરપત્ર ઉપર ઈન્વીજીલેટર (વર્ગનિરીક્ષક)ની સહી કરવામાં આવે તે જોવાનું રહેશે. ઉમેદવાર તથા ઈન્વીજીલેટર (વર્ગનિરીક્ષક)ની સહી વગરના OMR ઉત્તરપત્રની ચકાસણી કરવામાં આવશે નહી અને તેમને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેની અચૂક નોંધ લેવી.
 13. પરીક્ષા શરૂ થયા બાદ કોઈપણ સંજોગોમાં ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહિ તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી
  પ્રશ્નપત્ર લખવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહી.
 14. ઉત્તરપત્રમાં લખવા માટે બ્લુ બ્લેક બોલપેનનો જ ઉપયોગ કરવો. પેન્સિલનો ઉપયોગ કર્યો હશે તો તે OMR ઉત્તરપત્ર ક્ષતિયકૃત ગણીને કોમ્પ્યુટર ઉત્તરપત્ર ચકાસશે નહીં જેની જવાબદારી ઉમેદવારની રહેશે.
 15. આ પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોવાળુ એક પ્રશ્નપત્ર રહેશે. કુલ ગુણ-૧૦૦ અને સમય-ર કલાક રહેશે. પ્રશ્નપત્રમાં કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે. નેગેટીવ ગુણાંકન ૦.૨૫ રહેશે.
 16. ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર અને ઓળખના પુરાવા સિવાય કોઈ પણ ચીજ સાથે રાખી શકશે નહી. ઉમેદવારે કોઈ પણ વસ્તુ,કાગળ,સાહિત્ય તથા પેજર, મોબાઈલ (સ્વીચઓફ કે સાયલેન્ટમોડ કરેલ હશે તો પણ) કેલક્યુલેટર જેવા કોઈ પણ વિજાણું સાધનો રાખવા નહી. આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો, આપ ગેરલાયક ઠરશો. ઉપરાંત, આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગ તથા ફોજદારી પગલાને પાત્ર પણ ઠરશો.
 17. ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ કાગળ આપવામાં આવશે નહિ તેમજ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહી.
 18. ઉમેદવાર નકલ કરતા/ગેરરીતી/ગેરશિસ્ત આચરતા જણાશે, તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલા સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
 19. ઉમેદવાર પોતાનું પ્રશ્નપત્ર ઘરે લઈ જઈ શકશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સૂચનાઓ વાંચવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “GEMI પરીક્ષા 2023 સૂચનાઓ : GEMI પરીક્ષા 2023 ની વિવિધ સંવર્ગ Assistant Environmental Engineer, Senior Scientific Assistant Clerk Cum Typist ની પરીક્ષા માટેની જરૂરી સુચનાઓ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો