GPSSB Mukhya Sevika (Class 3) Final Selection List 2023 : મુખ્ય સેવિકા ફાઈનલ લીસ્ટ જાહેર | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝમીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને મંડળ ધ્વારા અગાઉ તા.૦૩-૦૯-૨૦૨૨ ના રોજ ફાઇનલ સીલકેટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.
GPSSB Mukhya Sevika (Class 3) Final Selection List 2023
મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
વિભાગનું નામ | પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ |
આર્ટિકલનું નામ | GPSSB Mukhya Sevika (Class 3) Final Selection List 2023 |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
મુખ્ય સેવિકા ફાઈનલ લીસ્ટ | pdf ફાઈલમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
મુખ્ય સેવિકા ફાઈનલ લીસ્ટ 2023
ફાઇનલ સીલેકટ લીસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી(પસંદગી) કરીને તા.૨૯-૦૯-૨૦૨૨ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવેલ હતું.
ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝમીનેશન) રૂલ્સ-૨૦૨૧ ના નિયમ-૧૪(૨) અન્વયે એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) બહાર પાડવાની જોગવાઇ છે. જે મુજબ વિવિધ જિલ્લા પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ મંડળના તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં હાજર ન રહેલ ઉમેદવારો(Absent), જિલ્લા પસંદગી ન કરેલ હોય (Not Choose) તેવા ઉમેદવારો જિલ્લામાં નિમણુંકવાળી જગ્યાએ હાજર ન થયેલ હોય તેવા ઉમેદવારો તથા તથા હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અને મૃત્યુ પામેલ ઉમેદવારના કારણે સબંધિત જિલ્લામાં કેટેગરીવાઇઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને, નિયમ-૧૪(૨) ની જોગવાઇ મુજબ આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવે છે.
એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારોને જિલ્લા પસંદગી(ફાળવણી) કરતા પૂર્વે અગાઉના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી અને મેરીટ ક્રમાંક પ્રમાણે તેમને પુનઃ જિલ્લાની પસંદગી (ફાળવણી) ની તક (Reshuffling) આપવામાં આવશે, જે માટેનો કાર્યક્રમ હવે પછી મંડળ ધ્વારા બહાર પાડવામાં આવશે. સદર Reshuffling પૂર્ણ થયા બાદ જિલ્લાવાઇઝ બાકી રહેતી કેટેગરીવાઇઝ જગ્યાઓ આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) ના ઉમેદવારોને પસંદગીની તક આપીને જિલ્લા ફાળવણી (ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ) કરવામાં આવશે, જે માટેનો કાર્યક્રમ હવે પછી મંડળ ધ્વારા જાહેર કરવામાં આવશે.
આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) માં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મતારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યારબાદ જ સબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
આ જાહેરાતના હેતુ માટે Person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક (Ex-Serviceman) ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા 25/150 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે. આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (General/EWS/SEBC/SC/ST)ના તમામ ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા મંડળ ધ્વારા 50/150 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
આ જાહેરાતના હેતુ માટેના આ એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)ના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે. આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ)માં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી. આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પડતર એસ.સી.એ નં.૧૭૮૯૨૪૨૦૨૨, એસ.સી.એ નં.૧૯૦૦૩/૨૦૨૨ના આખરી ચુકાદાને આધીન રહેશે, તેવી શરત સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
આ પણ વાંચો :-
- Social Welfare Inspector Junior Grade (Class‐III) Final Select Waiting List Declared : સમાજ કલ્યાણ નિરીક્ષક જુનીયર ગ્રેડ (વર્ગ-૩) વેઈતિંગ લીસ્ટ જાહેર
- શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન ગુણ ચકાસણી બાબત : જરૂરી સૂચનાઓ
- SEB TAT (HS) Exam Question Paper 2023 Pdf : તારીખ ૦6/૦8/2023નાં રોજ લેવાયેલ, ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પ્રશ્નપત્ર 2023
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩
મહત્વપૂર્ણ લિંક્સ
મુખ્ય સેવિકા ફાઈનલ લીસ્ટ | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
1 thought on “GPSSB Mukhya Sevika (Class 3) Final Selection List 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મુખ્ય સેવિકા ફાઈનલ લીસ્ટ જાહેર”