ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ચાલુ કરવા બબત : રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા,રજીસ્ટ્રેશન માટેની પાંત્રતા

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન : ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને ઉંમર, સમય કે સ્થળના બાધ સિવાય અધુરું શિક્ષણ પુરૂ કરવા માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) એક ઉમદા તક પુરી પાડે છે. રાજ્ય કક્ષાએ ગુજરાત સરકારે શિક્ષણ વિભાગના તા.૧૫/૭/૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક : બમશ-૧૦૧૦૧૩૨૫-ગ થી GSOS સોસાયટીની રચના કરેલ છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે GSOS ના અમલીકરણ માટે જિલ્લા દીઠ એક નોડલ અધિકારી અને તાલુકા દીઠ ઓછામાં ઓછું એક સ્ટડી સેન્ટર નિયત કરવામાં આવેલ છે જેની વિગતો આ સાથે સામેલ છે.


ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન માટેની પાંત્રતા


વર્ષ ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ) નો અભ્યાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થી.

  • ધોરણ ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ (તેર) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ (ચૌદ) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સુધી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી.

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા

  • GSOS માં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહી અને અભ્યાસ માટે તમામ સેવા નિ:શુલ્ક રહેશે.
  • ધોરણ ૯ થી ૧૨ માં નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીએ પોતાના રહેઠાણની નજીક આવેલ કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે અને આવા કોઇપણ વિદ્યાર્થીને નજીકના બ્લોક રિસોર્સ સેન્ટરથી રજિસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભરવાનું ફોર્મ પરિશિષ્ટ-એ આ સાથે સામેલ છે.
  • જે તે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી અથવા અધવચ્ચે શાળા છોડીને નીકળેલા વિદ્યાર્થીઓને GSOS ના લાભ મળે તે માટે આવા વિદ્યાર્થીઓને સામે ચાલીને શોધીને તેમને અને તેઓના વાલીઓને આ બાબતે માહિતગાર કરી નોંધણી કરાવવા માટે વિશેષ પ્રયાસ જે તે શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ કરવાના રહેશે.
  • . બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા આવા વિદ્યાર્થીઓની નોંધણી, રજીસ્ટ્રેશન માટેની પાત્રતાને ધ્યાને રાખી ચાઈલ્ડ ટ્રેકીંગ નંબરનો ઉપયોગ કરીhttps://www.ssagujarat.org પોર્ટલ પર કરવાની રહેશે.
  • પ્રાથમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ (SMDC)વિદ્યાર્થીઓનીGSOS માં રજીસ્ટ્રેશનની કામગીરી માટે સક્રિય યોગદાન આપશે.
  • આપના જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓની GSOSમાં નોંધણી થાય તે ઈચ્છનીય છે.
  • જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ GSOS માં વિદ્યાર્થીઓની નોંધણી બાબતે, તાલુકાના સ્ટડી સેન્ટરના આચાર્યશ્રીઓ સાથે સંપર્કમાં રહી કામગીરી પૂર્ણ કરાવવી.
  • GSOS ની માહિતી માટે શ્રી તુષારભાઈ મહેતા (મદદનીશ સચિવ) (Mo.9909929071)નો સંપર્ક કરી શકાશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશનઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

6 thoughts on “ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ચાલુ કરવા બબત : રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા,રજીસ્ટ્રેશન માટેની પાંત્રતા”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો