GSRTC ડ્રાયવર ભરતી 2023 : જો તમે નોકરીની શોધી રહ્યા છો તો ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી 4062 જગ્યાઓ માટે મોટી સરકારી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2023 છે.
GSRTC ડ્રાયવર ભરતી 2023
વિભાગનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
ભરતીનું નામ | GSRTC ડ્રાયવર ભરતી 2023 |
આર્ટિકલનું નામ | GSRTC ડ્રાયવર ભરતી |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
કુલ જગ્યાઓ | 4062 |
પગાર ધોરણ | 18500 ફિક્ષ પગાર પાંચ વર્ષ માટે |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી શરૂ તારીખ | 07/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06/09/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in |
શૈક્ષણીક લાયકાત
ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડકટર લાઈસન્સ, ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ, બેઝ, વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહી અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
- સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહી હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા. અને ઉચ્ચ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે.
- ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૦+૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ / ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.
- ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ઓછા ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો વધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહી.
- ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં વધુ ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહી અને ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થતો હશે તો પણ અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં ધો.૧૨ ની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણમાંથી ટકાવારી કાઢી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી- (દા.ત. ૫૦.ર૫%) ટકાવારી દર્શાવવાની રહેશે. જો કુલ ગુણમાંથી ગણતરી કરેલ ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં જે લાયકાત દર્શાવવા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય તેવા જ કિસ્સામાં સંસ્થા / બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી- (દા.ત. ૫૦.ર૫%) ટકાવારી દર્શાવવાની રહેશે. આ માટે જે તે સંસ્થા / બોર્ડની પોઈન્ટ સીસ્ટમની ગણતરીની ફોર્મ્યુલાનાં આધારભુત પુરાવા ઉમેદવારે જાતે જ રજુ કરવાનાં રહેશે. જો નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે આવતી ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે. 10. ધોરણ-૧૨ પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક્કદાવો સ્વીકારવામાં આવશે નહીં.
અનુભવ
- આર.ટી.ઓ. કચેરી તરફથી હેવી લાયસન્સ એટલે કે એચ.જી.વી. / એચ.પી.વી. / પી.એસ.વી. લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો અનુભવ માન્ય રહેશે.
- ઉમેદવાર ઓનલાઈન અરજી કર્યા તારીખ / સમયે P.S.V. બેજ ધરાવતા હોવા જોઈએ. જો ઓનલાઈન અરજી કર્યા બાદ P.S.V. બેજ મેળવેલ હશે તો તે માન્ય રહેશે નહી તેમજ અરજીપત્રક રદ ગણવામાં આવશે.
- ઉમેદવાર જો હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં P.S.V. થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. આ કિસ્સામાં P.S.V.થયા પહેલાનો અનુભવ માન્ય રહેશે નહિ. દા.ત.P.S.V તા.૦૧/૦૧/૨૦૧૧ નાં રોજ થયેલું હોય તો તે પહેલાનો અનુભવ માન્ય રહેશે નહિ તેમજ જો ઉમેદવારે ૦૨/૦૧/૨૦૧૧ થી અનુભવ દર્શાવ્યું હોય તો ૦૨/૦૧/૨૦૧૧ થી જ માન્ય રહેશે.
- ઉમેદવાર જો હેવી ટ્રક ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં TRANS થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. આ કિસ્સામાં TRANS થયા પહેલાનો અનુભવ માન્ય રહેશે નહિ. દા.ત. TRANS તા.૦૧/૦૧/૨૦૧૧ નાં રોજ થયેલું હોય તો તે પહેલાનો અનુભવ માન્ય રહેશે નહિ તેમજ જો ઉમેદવારે ૦૨/૦૧/૨૦૧૧ થી અનુભવ દર્શાવ્યું હોય તો ૦૨/૦૧/૨૦૧૧ થી જ માન્ય રહેશે.
- ઓનલાઈન અરજીપત્રકમાં જે ટ્રાન્સપોર્ટ / ટ્રાવેલ્સ / સંસ્થા / પેઢીનો અનુભવ જેટલા સમયગાળાનો અનુભવ દર્શાવેલ હશે તે જ ટ્રાન્સપોર્ટ / ટ્રાવેલ્સ / સંસ્થા / પેઢીનો તેટલા જ સમયગાળાનો (ઓછામાં ઓછો ૪ વર્ષનો) અનુભવનું પ્રમાણપત્ર (નિયત નમૂનો સામેલ છે) ડ્રાઈવીંગ ટેસ્ટના સમયે રજુ કરવાનું રહેશે.
- ટ્રાન્સપોર્ટ / ટ્રાવેલ્સ / સંસ્થા / પેઢીના પ્રમાણપત્રમાં માલીકની સહી અને સિક્કો અનિવાર્ય છે, જો નહી હોય તો તે પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તથા ઉમેદવારી રદ કરવામાં આવશે.
૧૦૮ ની એમ્બ્યુલન્સનો અનુભવ હેવી વ્હીકલ ન હોવાના કારણે માન્ય રહેશે નહી. - ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ અનુભવ હેવી વ્હીકલનો તથા પૂર્ણકાલીન હેવી ડ્રાયવર તરીકેનો હશે તો જ માન્ય રાખવામાં આવશે.
- અંશકાલીન, રોજિંદા વેતનદાર, એપ્રેન્ટીસશીપ, તાલીમી, માનદવેતન તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ હેવી વ્હીકલનો હશે તો પણ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં.
- ઉમેદવાર પાસે માત્ર હેવી પેસેન્જર વ્હીકલ / પેસેન્જર વ્હીકલનું લાયસન્સ જે તે સમયગાળા પુરતુ હોય તો તેઓએ હેવી પેસેન્જર વ્હીકલ ચલાવ્યા અંગેનું કે તે સમયગાળાનું અનુભવના પ્રમાણપત્રમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
- ઉમેદવાર દ્વારા અદ્યતન સ્માર્ટકાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સની વિગતો રજુ કરવાની રહેશે. દસ્તાવેજ ચકાસણી સમયે મેન્યુઅલ /ચોપડીવાળું લાયસન્સ માન્ય રાખવામાં આવશે નહીં અને જો રજુ કરવામાં આવશે તો તેની સબંધિત કચેરી ખાતે ખરાઈ થયા બાદ જ નિમણુંકની આગળની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા મેન્યુઅલ /ચોપડીવાળું લાયસન્સ બોગસ / ખોટું માલુમ પડયેથી અરજીપત્રક રદ કરવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિગમ પાસે અબાધિત હકક રહેશે.
આ પણ વાંચો :-
- GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી 3342 જગ્યાઓ માટે મોટી સરકારી ભરતી
- Gujarat GDS Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ10 પાસ ઉમેવારો માટે 1850 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી જાહેર
- BEL ભરતી 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આવી મોટી ભરતી, ધોરણ 10 પાસ , ITI અને ડિપ્લોમા તમામને નોકરી,પગાર 90,000 સુધી
વયમર્યાદા
તા.૨૯/૯/૨૦૨૨ માં કરેલ જોગવાઈ મુજબ તા.૧/૯/૨૦૨૨ થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળા સુધી પ્રસિધ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.) (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.)

અરજી / પરીક્ષા ફી
- ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂ.૫૦+રૂ.૯ (GST ૧૮%)=કુલ રૂ.૫૯/- https://ojas. gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારોના ૧:૧૫ ના રેશિયો મુજબ ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
- ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ભરવાનાં રહેશે.
- ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવીંગ ટેસ્ટ ફી પેટે રૂ.૨૨૫/- ભરવાનાં રહેશે.
- અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા / ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.
- અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી નીચેની સુચના મુજબ ફી ભરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
પગાર ધોરણ
પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી કંડકટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ https://ojas.gujarat. gov.in પર જવું હવે
- Apply Online Click કરવું.
- ડ્રાયવર કક્ષા પર click કરવાથી તે જગ્યાની વિગતો / અન્ય માહિતી મળશે.
- તેની નીચે Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે જેમાં સૌ પ્રથમ Personal Details તમોએ ભરવી.
- Personal Details ભરાયા બાદ Minimum Educational Details ભરવા માટે Educational Qualification પર Click કરવું.
- કોમ્પ્યુટરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે computer knowledge ઉપર click કરીને તેની વિગતો ભરવી.
- તેની નીચે Self declaration પર Click કરો
- ઉપરની શરતો સ્વીકારવા માટે “Yes” પર click કરવું.
- હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
- હવે Save પર Click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે.
- અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરો.
- અહીં તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો ત્યાર બાદ OK પર click કરો.
- અહિં Photo અને Signature Upload કરવાના છે.
- “Browse button પર click કરો
- હવે Choose file ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને select કરો અને “open” button ને click કરો.
- હવે તમારો photo દેખાશે.
- હવે આ જ રીતે signature પણ upload કરવાની રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો
- Application number તથા birth date ટાઇપ કર્યા બાદ OK પર કિલક કરવાથી ર બટન (૧) Show application preview અને (૨) Confirm application દેખાશે.
- ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઇ લેવી.
- અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવુ.
- જો અરજી સુધારવાની જરુર ન જણાય તો confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે.
- અહિં “confirmation number” generate થશે જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરુરી હોઇ તમારે સાચવવાનો રહેશે.
- હવે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) “Online Payment of Fees” પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખી અરજીપત્રક ફી રૂ.૫૦+૩.૯ (GST ૧૮%)=કુલ રૂ.૫૯/- “Online Payment Gateway” મારફત ભરવાના રહેશે.
- હવે print application પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખવાથી print બટન મળશે print બટન પર click કરી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
FAQs
GSRTC ડ્રાયવર ભરતી 2023 ફોર્મ ભરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
GSRTC ડ્રાયવર ભરતી 2023 ફોર્મ ભરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in છે.
GSRTC ડ્રાયવર ભરતી 2023 માં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે?
GSRTC ડ્રાયવર ભરતી 2023 માં કુલ4062 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
GSRTC ડ્રાયવર ભરતી 2023 માટે અરજી શરૂ તારીખ કઈ છે?
GSRTC ડ્રાયવર ભરતી 2023 માટે અરજી શરૂ તારીખ 07/08/2023 છે.
1 thought on “GSRTC ડ્રાયવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી 4062 જગ્યાઓ માટે મોટી સરકારી ભરતી”