Gujarat Independence Day 2023 : ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
Gujarat Independence Day 2023
ગુજરાત સ્થાપના દિવસ | 1 મે 1960 |
આર્ટિકલ નું નામ | Gujarat Independence Day 2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન | રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું . |
આંદોલનની મુખ્ય નાયક | ઇન્દુલાલ યાજ્ઞિક |
Gujarat Independence Day 2023
- 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી .
- આ દિવસને ગુજરાત દિવસ , ગુજરાત દિન , ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે .
- ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.
- ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું .
- ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત 1 મે 1960નારોજ બૃહદ મુંબઈ રાજ્યમાથી ગુજરાતની સ્થાપના થઈ હતી .
- રાજ્યના નિર્માણ માટે મહાગુજરાત આંદોલનનું નિર્માણ થયું હતું .
- આંદોલનની મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે
- ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું . પહેલું રાજ્ય આંધ્ર પ્રદેશ હતું
ગુજરાત રાજ્ય વિશે રોચક વાતો
- ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરને કિનારે વિસ્તરાયેલ રાજ્ય છે .
- ગુજરાત રાજ્યની ઉત્તર – દક્ષિણ લંબાઈ આશરે 590 કિમી અને પૂર્વ પશ્ચિમ લંબાઈ આશરે 500 કિમી છે.
- ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર ( ક્ષેત્રફળ )1,96,024 ચોકિમી છે.
- ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે , જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે . ( પહેલી રાજધાની અમદાવાઈ હતી . 1970મ નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી . )
- ગુજરાત રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે , જેમ કે લોથલ અને ધોળાવીરા . લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે .
- ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે .
- ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લા અસ્તિત્વમાં હતા .
- ગુજરાતત સ્થાપના દિનની પ્રથમ ઉજવણી વર્ષ 1992માં અમદાવાદ ખાતે થઈ હતી . તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા.
- પ્રથમ મુખ્યમંત્રી : જીવરાજ મહેતા
- પ્રથમ ગવર્નર : મહેંદી નવાઝ જંગ
- વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે . જયારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે .
- વસ્તીની દૃષ્ટીએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે .
- ગુજરાતને બે અખાત મળે છે . ખંભાત અને કચ્છનો અખાત .
- કુલ 1600 કિમીનો દરિયા કિનારો ધરાવે છે .
- ગુજરાતમાં કુલ 185 નદીઓ આવેલ છે . નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે .
- ગુજરાતનું રાજ્ય ગીત “ જય જય ગરવી ગુજરાત” નર્મદ દ્વારા રચવામાં આવ્યું છે
- ગિરનાર પર્વતએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે .
- એશિયાઈ સિંહ , સાસણ – ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
આ પણ વાંચો :-
- આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- Vahali Dikri Yojana 2023 : મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?
- GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે
1 thought on “Gujarat Independence Day 2023 : જાણો ગુજરાત વિષે રોચક વાતો”