Gujarat Mafat Plot Yojana 2023 Form : ગુજરાત મફત પ્લોટ યોજના 2023 ફોર્મ ,સત્તાવાર પરિપત્ર વાંચો

Gujarat Mafat Plot Yojana 2023 Form : પંચાયત વિભાગના સંદર્ભદર્શિત ઠરાવથી, ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈઓ તથા શરતો નિયત કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોક્સાઈપૂર્વક અને પારદર્શી રીતે થાય, તેમજ ગ્રામ્યકક્ષાએ અરજદારોને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ નિયત કરવામાં આવે તે આવશ્યક જણાતું હતું. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે ગુજરાત રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે.

Gujarat Mafat Plot Yojana 2023 Form | ગુજરાત મફત પ્લોટ યોજના 2023 ફોર્મ

યોજનાનું નામગુજરાત મફત પ્લોટ યોજના 2023
યોજના વિભાગગુજરાત પંચાયત વિભાગ
આર્ટિકલ નું નામ Gujarat Mafat Plot Yojana 2023 Form
આર્ટિકલ કેટેગરી Yojana, Sarkari Result
લાભાર્થીગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
પરિપત્ર પ્રકાશિત તારીખ30 જુલાઈ 2022
અરજી મોડઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in

મફત પ્લોટ યોજના 2023 ફોર્મ

પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. ગુજરાત પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજનાને ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આવરી લેવામાં આવે છે. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી.

100 ચોરસ વાર ના મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ઇસ1972થીમફત પ્લોટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ મફત પ્લોટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરવો પડ્યો છે.

મફત પ્લોટ ગુજરાત યોજના 2023 અરજીકેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીની યાદી

  • અરજી ફોર્મ રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ અથવા આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત ખેતીની જમીનનો દાખલો
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ પરિપત્રઅહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો


2 thoughts on “Gujarat Mafat Plot Yojana 2023 Form : ગુજરાત મફત પ્લોટ યોજના 2023 ફોર્મ ,સત્તાવાર પરિપત્ર વાંચો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો