How To Count SSC Percentile Rank 2023 : ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું? પર્સેન્ટાઇલ રેન્ક કેવી રીતે ગણવામાં આવે છે?, જાણો તમામ માહિતી


How To Count SSC Percentile Rank 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પર્સન્ટાઇલ રેન્ક લખેલ હોય છે, ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખબર નથી હોતી કે ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું? અને તેની ગણતરી કેવી રીતે થાય છે. આ આર્ટિકલ માં આપણે પર્સેન્ટાઇલ રેન્ક વિષે તમામ માહિતી જોઈશું.

How To Count SSC Percentile Rank 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામHow To Count SSC Percentile Rank 2023
પરિણામનું નામગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ
પરિણામની તારીખ25 /05/2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
પરિણામની તારીખ અને સમય25 મે સવારે 8 કલાકે
પાસ થયેલ પરીક્ષાર્થીઓ474893 પરીક્ષાર્થીઓ
પરિણામ કેટલું આવ્યું64.62 %
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board

ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું?

પર્સન્ટાઇલ રેન્ક વિદ્યાર્થીઓના એક સમૂહના દેખાવની મૂલવણી કરવાની આ એક જુદી પદ્ધતિ છે. જે પ્રણાલિકાગત ટકાવારીની પદ્ધતિથી થોડીક જુદી પડે છે. પ્રચલિત પદ્ધતિ મુજબ વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણને વિષયની સંખ્યા વડે ભાગી જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે પર્સન્ટાઇલ રેન્કની થિયરીમાં વિદ્યાર્થીઓના સાપેક્ષ દેખાવની મૂલવણી થાય છે. આ સાપેક્ષતા વિદ્યાર્થીઓના એક મોટા જૂથ, સમૂહ તથા જુદા જુદા સમયકાળ માટે પણ સરખામણી કરવાનું એક વાજબી સાધન બની રહે છે.

પર્સેન્ટાઇલ રેન્ક કેવી રીતે ગણવામાં આવે છે? How To Count SSC Percentile Rank 2023


પર્સન્ટાઇલ રેન્કની ગણતરી કોઈ એક મૂલ્યાંકનમાં x માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓની આગળ છે, અર્થાત્ રેન્કના ક્રમમાં તેમની પાછળ કેટલો સમૂહ છે તેની સરખામણી સો ટકાના સ્કેલમાં કરવાની રહે છે. દા.ત., કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0 થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 (L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000 (n) હોય તો ઉક્ત 472 i.e. x ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સન્ટાઇલ રેન્ક 95,000 / 1,00,000 × 100 અર્થાત્ 95.00 થાય.

બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના TOP 5% વિદ્યાર્થીઓમાં આવે છે. આમ, Percentile Rank = L/n x 100 જ્યાં x = જે ગુણસંખ્યા પર પર્સન્ટાઇલ રેન્ક કાઢવાની છે તે L = 0 થી x 1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા n = સમૂહમાં આવરી લેવાય તમામ વિદ્યાર્થીઓની સંખ્યા (દા.ત. માર્ચ-2023માં n = 822401 ગણી શકાય.)
જો તમારી પર્સન્ટાઇલ રેન્ક (Percentile Rank) 99 થી વધુ હોય તો તમે પહેલા 8224 વિદ્યાર્થી પૈકી છો.
પર્સન્ટાઇલ રેન્ક (Percentile Rank)ની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષયમુક્તિ સિવાય તમામ વિષયોમાં ઉપસ્થિત થયેલા) પરીક્ષાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવાયેલ છ વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ તમામ પરીક્ષાર્થીઓના SCORE ધ્યાને લેવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

જરૂરી લિંક્સ

ધોરણ 10નું ગ્રેડ વાઈઝ અને કેટેગરી વાઈઝ પરિણામઅહી ક્લિક કરો
ધોરણ 10 નું પરિણામ અહીંથી જુઓઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

FAQs

ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું?

પર્સન્ટાઇલ રેન્ક વિદ્યાર્થીઓના એક સમૂહના દેખાવની મૂલવણી કરવાની આ એક જુદી પદ્ધતિ છે. જે પ્રણાલિકાગત ટકાવારીની પદ્ધતિથી થોડીક જુદી પડે છે

ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0 થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 (L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000 (n) હોય તો ઉક્ત 472 i.e. x ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સન્ટાઇલ રેન્ક 95,000 / 1,00,000 × 100 અર્થાત્ 95.00 થાય.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો