ikhedut portal 2023-24 : ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવની યોજનાનો લાભ, જાણો તમામ માહિતી

ikhedut portal 2023-24 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આગળ આવે તે માટે વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને વિવિધ સબસીડી અને અલગ અલગ સહાય આપવામાં આવે છે. હાલના સમયમાં ikhedut portal 2023 ખેડૂતો માટે ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવની યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેની માહિતી નીચે આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ ની ઓનલાઈન અરજી શરુ થયેલ છે.આ યોજના માં 15/02/2024 સુધી અરજી કરી શકાશે.

ikhedut portal 2023-24

યોજનાનું નામikhedut portal 2023 વિવિધ યોજનાઓ
આર્ટિકલનું નામકૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા
આર્ટિકલની કેટેગરીYojanaSarkari Result
કોના હેઠળગુજરાત રાજ્ય સરકાર
ઓનલાઈન અરજી ક્યા સુધી કરી શકાશે?15/02/2024 સુધી
યોજનાનો હેતુખેતીને લગતી યોજનાઓને વેગ આપવો અને વિવિધ પાકોનું વાવેતર વધારવું
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિઅલ વેબસાઈટikhedut.gujarat.gov.in

ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવની યોજનાનો લાભ

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી દવા છંટકાવની સેવા નો લાભ નીચે મુજબ આપવામાં આવશે.

 • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
 • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

ikhedut portal 2023-24 વિવિધ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 ખેડૂતોએ i-khedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે Step by Step માં આપેલ છે.

 • સૌ પ્રથમ મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
 • ikhedut.gujarat.gov.in/ ઓફિસિઅલ વેબસાઈટ પર ક્લિક કરી ઓપન કરો.
 • ત્યાર બાદ “ખેતીવાડી યોજનાઓ” પર ક્લિક કરવું.
 • ત્યારબાદ “ખેતીવાડી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરો.
 • પછી વિવિધ ખેતીવાડી યોજનાઓનું  લિસ્ટ જોવા મળશે.
 • જેમાં તમને લાભ લેવો હોય તે યોજના ની બાજુમાં લખેલ “અરજી કરો” પર ક્લિક કરો.
 • પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
 • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
 • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
 • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
 • ત્યાર બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
 • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
 • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
 • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
 • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
 • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.
 • જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
 • જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી.
 • સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ k.b થી વધવી જોઇએ.

ikhedut portal 2023 માટે કયા કયા ડોકયુમેન્ટ જોઇશે તેનું લીસ્ટ

 • ખેડૂત જમીનની નકલ 7-12 અને 8-અ ને નકલો
 • જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્ડ રેકોર્ડ
 • રેશનકાર્ડની નકલ
 • આધારકાર્ડની નકલ
 • બેંક પાસબુકની નકલ
 • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
 • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
ikhedut portal ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

5 thoughts on “ikhedut portal 2023-24 : ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવની યોજનાનો લાભ, જાણો તમામ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો