ikhedut portal 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આગળ આવે તે માટે વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને વિવિધ સબસીડી અને અલગ અલગ સહાય આપવામાં આવે છે. હાલના સમયમાં ikhedut portal 2023 ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ની ઓનલાઈન અરજી શરુ થયેલ છે.
ikhedut portal 2023
યોજનાનું નામ | ikhedut portal 2023 વિવિધ યોજનાઓ |
આર્ટિકલનું નામ | ikhedut portal 2023 |
આર્ટિકલની કેટેગરી | Yojana, Sarkari Result |
કોના હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | ખેતીને લગતી યોજનાઓને વેગ આપવો અને વિવિધ પાકોનું વાવેતર વધારવું |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિઅલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
બાગાયત ખેતીમાં વિવિધ સહાય
- મિશન મધમાખી કાર્યક્રમ
- ટ્રેકટર ( ૨0 PTO HP સુધી )
- પાવર ટીલર ( ૮ BHP થી વધુ)
- ફળપાક વાવેતર
- કમલમ ફળ (ડ્રેગનફૂટ) મા સહાય
- ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા
- કાચા/અર્ધપાડા/પાકામંડપ
- ગ્રીન હાઉસ/નેટહાઉસ
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- હાઇબ્રીડ શાકભાજી વાવેતર
- છુટા ફુલપાક
- કેળ (ટીસ્યુ) અને પપૈયા
- જૂના બગીચાઓનું નવીનીકરણ
- પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
- પ્લગ નર્સરી/નર્સરી -પક્ષી/ડરા સામે સંરક્ષણ નેટ
- નવી ટીસ્યુકલ્ચર લેબ .ની સ્થાપના રાઈપીંગ ચેમ્બર
ikhedut portal 2023 વિવિધ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખેડૂતોએ i-khedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે Step by Step માં આપેલ છે.
- સૌ પ્રથમ મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
- ikhedut.gujarat.gov.in/ ઓફિસિઅલ વેબસાઈટ પર ક્લિક કરી ઓપન કરો.
- ત્યાર બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું.
- ત્યારબાદ “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરો.
- પછી વિવિધ બાગાયતી યોજનાઓનું લિસ્ટ જોવા મળશે.
- જેમાં તમને લાભ લેવો હોય તે યોજના ની બાજુમાં લખેલ “અરજી કરો” પર ક્લિક કરો.
- પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
- જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
- “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
- અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
- ત્યાર બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
- અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
- જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
- અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
- જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
- અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.
- જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
- જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી.
- સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ k.b થી વધવી જોઇએ.
ikhedut portal 2023 માટે કયા કયા ડોકયુમેન્ટ જોઇશે તેનું લીસ્ટ
- ખેડૂત જમીનની નકલ 7-12 અને 8-અ ને નકલો
- જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્ડ રેકોર્ડ
- રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
- અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
મહત્વપૂર્ણ લિંક્સ :
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમા જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :-
- ગુજરાત ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન 2023 : ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરૂ
- PM કિસાનનો 14 મો હપ્તા અંગે આવી મોટી અપડેટ : આ ખેડૂતોના ખાતામા જમા થશે 14 મો હપ્તો, ચેક કરો તમારા ગામનુ લીસ્ટ
- એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 : SBI Bank આપી રહી છે 20 લાખ રૂપિયા, વાંચો તમામ માહિતી
- Beauty parlour Kit sahay 2023 : મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લો, અત્યારે જ ઓનલાઈન અરજી કરો
- Tractor Sahay Yojana 2023 @ikhedut portal : હવે ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપશે સબસિડી, સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
ikhedut સબસીડી યોજનાની પ્રક્રિયા
ikhedut સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે જે તે યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી લાગુ પડતી કચેરીમાં જમા કરાવાનું હોય છે. ત્યાર બાદ કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરવામાં આવે છે. અને તેના દ્વારા લાભાર્થી ની પસંદગી કરવામાં આવે છે. પછી તમારે વસ્તુની ખરીદી કરવાની અને ત્યાર બાદ તેની સબસીડી સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
નોંધ :- “પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે આઈ-ખેડુત પોર્ટલ પર ઓન-લાઈન અરજી કરવા માટે પોર્ટલ તા: ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખોલવામાં આવેલ છે, જેની દરેક ખેડુત મિત્રોને જાણ સારૂ”
FAQs
ikhedut portal ની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
ikhedut portal ની ઓફિસિઅલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in છે.
ikhedut portal ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ikhedut portal ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.
ikhedut portal પર અરજી કરવા ક્યાં જશો?
ઓનલાઈન પણ થઇ શકે છે અને ગ્રામ પંચાયત VCE પાસે
5 thoughts on “ikhedut portal 2023 : ખેડૂત મિત્રો સબસીડી નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી શરુ થઇ ગઈ છે”