Junior Cleark Not eligible Candidates List 2023 : જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ થયેલ ઉમેદવારોની યાદી જાહેર

Junior Cleark Not eligible Candidates List 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ “Not eligible” ગણવા અંગેની જાહેરાત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ડોકયુમેન્ટ અપલોડ કર્યા નાં હોય તેવા ઉમેદવારોની યાદી જાહેર થયેલ છે.

Junior Cleark Not eligible Candidates List 2023

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામJunior Cleark Not eligible Candidates List 2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
ડોકયુમેન્ટ અપલોડ કરવાની લંબાવેલ તારીખ ૦3-૦૭-૨૦૨૩
“NOT ELIGIBLE ઉમેદવારોનું લીસ્ટ pdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ થયેલ ઉમેદવારોની યાદી જાહેર


જુનીયર કલાર્ક (હિસાબ/વહીવટ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જેમાં સમાવિષ્ટ કુલ ૧૯૩૨ ઉમેદવારોના ઓનલાઇન ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા માટે ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ https://iass.gujarat.gov.in ઉપર ઓનલાઇન અપલોડ કરવા અંગેનો સમયગાળો તા.૨૦-૦૬-૨૦૨૩ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકથી તા.૦૧-૦૭-૨૦૨૩ રાત્રે ૨૩:૫૯ કલાક રાખવામાં આવેલ હતો.

આ બાબતે પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી ઉપર ઇ-મેઇલથી જાણ કરવામાં આવેલ હતી, તેમજ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS થી પણ જાણ કરવામાં આવેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. ઉપરાંત જે ઉમેદવારોએ ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેઓને પુનઃ SMS કરીને પણ જાણ કરેલ હતી.તેમજ ડોકયુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ ૦૧-૦૭-૨૦૨૩ થી લંબાવીને તારીખ ૦૩-૦૭-૨૦૨૩ (સવારે ૧૧-૦૦ કલાક સુધી) કરવામાં આવેલ હતી.

ત્યારબાદ મંડળ ધ્વારા જે ઉમેદવારો ધ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેવા તમામ ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તા.૧૧-૦૭-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ કલાક સુધી લંબાવેલ હતો. અને જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, તેમને ઇ-મેઇલ મોકલીને, તેમના ડોકયુમેન્ટ અપલોડ કરવા જાણ કરેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. આમ મંડળ ધ્વારા ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની પુરતી તક આપવામાં આવેલ છે. તેમ છતાં ૪૬ ઉમેદવારોએ ઓનલાઇન પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, જેથી આવા ઉમેદવારો નોકરી મેળવવા ઇચ્છુક ન હોવાનું માનવાને પુરતુ કારણ રહે છે, આમ જાહેરાત ક્રમાંક:- ૧૨/૨૦૨૧૨૨ જુનીયર કલાર્ક (હિસાબ/વહીવટ)ની ભરતી પ્રક્રિયા માટે આ સાથેના લીસ્ટમાં જણાવ્યા મુજબના કુલ-૪૬ ઉમેદવારોને ડોકયુમેન્ટ અપલોડ ન કરવાને કારણે “NOT ELIGIBLE” ગણી,સદર ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવાના રહેતા નથી.

મહત્વપૂર્ણ લિંક્સ

જુનીયર કલાર્ક રદ થયેલ ઉમેદવારોનું લીસ્ટ અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ કરવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ કરવાની ઓફિસિઅલ વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.

જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ કરવાની લંબાવેલ તારીખ કઈ હતી?

જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ કરવાની લંબાવેલ તારીખ ૦3/072023 હતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો