જુનીયર કલાર્ક પરિક્ષાના 254 રૂપિયા જમા નથી થયા? તો આ પ્રોસેસ કરો રૂપિયા જમા થઇ જશે.

જુનીયર કલાર્ક પરિક્ષાના 254 રૂપિયા જમા નથી થયા? : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૯-૦૪-૨૦૨૩ રવિવારના રોજ મંડળ દ્વારા યોજાઈ ગયેલ છે સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચક રૂપિયા ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ હતું.

આ માટે ઉમેદવારોને તારીખ ૩૧-૦૩-૨૦૨૩ થી તારીખ ૦૯-૦૪-૨૦૨૩ના સમયગાળા દરમિયાન ઉમેદવારો દ્વારા ઓનલાઈન બેંક ડીટેલની વિગતો ભરેલ હોય તેવા જ ઉમેદવારોને મળવા પાત્ર થશે તે મુજબની જાહેરાત તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ પરત્વે મંડળ ધ્વારા સદર પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની યાદી મુજબ જે ઉમેદવારોએ બેંક ડીટેલ ઓનલાઇન ભરેલ હોય તેવા ઉમેદવારોને ૨૫૪/-આપવાની કાર્યવાહી નીચે મુજબ મંડળ દ્વારા કરવામાં આવેલ છે.

જુનીયર કલાર્ક પરિક્ષા વિગત

મંડળનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામ જુનીયર કલાર્ક પરિક્ષાના 254 રૂપિયા જમા નથી થયા?
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
પરીક્ષા તારીખ ૦૯-૦૪-૨૦૨૩
ઓનલાઇન ચુકવણાની રકમ બેકમાં પરત આવેલ છે.૭૭૬૩ ઉમેદવાર
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનીયર કલાર્ક પરિક્ષાના 254 રૂપિયા જમા નથી થયા? તેમના માટે સુચના


(૧) ઉપરોકત જાહેરાત અન્વયે કુલ ૨૮૬૦૧૦ ઉમેદવારો ધ્વારા Reimbursement Application અન્વયે ઓનલાઇન બેક ખાતાની વિગતો ભરેલ હતી જે પૈકી અત્યાર સુધી કુલ ૨૬૫૨૭૫ ઉમેદવારોને તેમના બેંકખાતામાં રૂપિયા ૨૫૪/- ની રકમ મંડળ ધ્વારા ઓનલાઇન જમા કરાવવામાં આવેલ છે.


(ર) કુલ ૭૭૬૩ ઉમેદવારો ધ્વારા ભરવામાં આવેલ બેક ખાતાની વિગતમાં ભુલ ક્ષતિ હોઇ આ ઉમેદવારોને ઓનલાઇન કરવામાં આવેલ ઓનલાઇન ચુકવણાની રકમ બેકમાં પરત આવેલ છે. આવા ઉમેદવારો તા.૧૦-૦૫-૨૦૨૩ થી તા ૧૫- ૦૫-૨૦૨૩ વચ્ચે પોતાના કેન્સલ ચેક ની ઝેરોક્ષ કોપી સાથે પરીક્ષામાં હાજર રહયા અંગેના કોલલેટર સાથે રુબરુમાં કે પત્ર ધ્વારા વિગતો મોકલી આપવાની રહેશે.જે ખરાઇ કરી મંડળ ધ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સદર સમયગાળા બાદ ઉમેદવારો ધ્વારા કરવામાં આવેલ કોઇ પણ પ્રકારની રજુઆત મંડળ ધ્વારા ગ્રાહય રાખવામાં આવશે નહી. જેની ઉમેદવારોએ નોધ લેવી.આ ૭૭૬૩ ઉમેદવારોની યાદી (યાદી-૧) વેબસાઇટ ઉપર હવે પછી મુકવામાં આવશે.

(૩) કુલ ૧૨૫૯૭ ઉમેદવારો એવા છે કે જેઓએ બે ઉમેદવાર દીઠ થી ચાર ઉમેદવાર દીઠ એક જ કોમન બેંક ખાતાની વિગતો ઓનલાઇન ભરેલ છે. આવા ઉમેદવારોની યાદી (યાદી-ર) મંડળના વેબસાઇટ ઉપર હવે પછી મુકવામાં આવશે.જે બાબતે કોઇ ઉમેદવારે વાંધો/રજુઆત કરવાની હોય તો તેઓ તા.૧૦-૦૫-૨૦૨૩ થી તા ૧૫-૦૫-૨૦૨૩ દરમ્યાન મંડળને મોકલવાની રહેશે. સદર સમયગાળા બાદ મંડળ ધ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોધ લેવી.


(૪) કુલ ૩૭૫ ઉમેદવારો એવા છે કે જેઓ ધ્વારા પાંચ ઉમેદવાર દીઠ થી અથવા તેથી વધુ ઉમેદવાર દીઠ એક જ કોમન બેક ખાતાની વિગતો ઓનલાઇન ભરેલ છે. આવા ઉમેદવારોની યાદી (યાદી-૩) મંડળની વેબસાઇટ ઉપર હવે પછી મુકવામાં આવશે. આવા ઉમેદવારોએ તેમના બેંકખાતાની સાચી વિગતો સાથે તા.૧૦-૦૫-૨૦૨૩ થી તા ૧૫-૦૫-૨૦૨૩ દરમ્યાન મંડળની કચેરી ખાતે રુબરુમાં જરુરી પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. સદર સમયગાળા બાદ ઉમેદવારો ધ્વારા કરવામાં આવેલ કોઇ પણ પ્રકારની રજુઆત મંડળ ધ્વારા ગ્રાહય રાખવામાં આવશે નહી. જેની ઉમેદવારોએ નોધ લેવી.
તા.૦૨-૦૫-૨૦૨૩

આ પણ વાંચો :-

જરૂરી લિંક્સ

નોતીફીકેસન વાંચવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો