Junior Clerk 2nd Merit List 2023 Declared : જુનિયર ક્લાર્ક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર, ફટાફટ ચેક કરો

Junior Clerk 2nd Merit List 2023 Declared : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (કલાસ), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ મુજબ જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ 2 એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ માં આપણે જુનિયર ક્લાર્ક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટની ચર્ચા કરીશું.

જુનિયર ક્લાર્ક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામJunior Clerk 2nd Merit List 2023 Declared
આર્ટિકલ કેટેગરી Sarkari Result ,
જાહેરાત ક્રમાંક12/202122
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

Junior Clerk 2nd Merit List 2023 Declared

જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે અગાઉના તા.૧૬-૦૬-૨૦૨૩ના પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ, તા.૦૧-૦૮-૨૦૨૩ના એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તેમજ આ 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) બનાવવામાં આવશે.

  • આ 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ રહેશે નહિ તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થશે નહિ.
  • આ 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઇન કરવામાં આવશે, જે અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • ઉમેદવારોનો આ 2nd એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે.
  • જેથી ઉમેદવારને નિયત સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો વેબસાઇટ ઉપર અપલોડ કરવા જણાવવામાં આવે ત્યારે પોતાના અસલ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. જે ઉમેદવાર નિયત સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો અપલોડ કરશે નહિ, તેવા ઉમેદવારને આ ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
  • તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં આ જાહેરાતની જગ્યાઓ ઉપર પસંદગી/નિમણુંક માટે કોઇ કાયદેસરનો હકક રહેશે નહિ.
  • પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારે ઉપરોક્ત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે, તેમજ માન્ય રમતગમત અંગેના નિયત પ્રમાણપત્રો નહી ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર થશે નહિ.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જુનિયર ક્લાર્ક જિલ્લા પસંદગી કાર્યક્રમઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “Junior Clerk 2nd Merit List 2023 Declared : જુનિયર ક્લાર્ક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર, ફટાફટ ચેક કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો