કેન્દ્રનો નિર્ણય 18 પરંપરાગત વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો: દેશના 30 લાખ કારીગરોને સરકાર 5% વ્યાજે એક લાખ રૂપિયાની લોન આપશે

કેન્દ્રનો નિર્ણય 18 પરંપરાગત વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો દેશના 30 લાખ કારીગરોને સરકાર 5% વ્યાજે એક લાખ રૂપિયાની લોન આપશે. દેશમાં 18 પ્રકરાના પરંપરાગત વેપાર સાથે જોડાયેલા આશરે 30 લાખ કારીગરો અને શિલ્પકારોને ફક્ત 5% વ્યાજ દરે એક લાખની લોન મળશે. બાદમાં આ રકમ રૂ. બે લાખ કરાશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે આયોજિત આર્થિક મામલાની સમિતિની બેઠકમાં પીએમ વિશ્વકર્મા યોજનાની રૂપરેખા નક્કી કરાઈ હતી.

દેશના 30 લાખ કારીગરોને સરકાર 5% વ્યાજે એક લાખ રૂપિયાની લોન

આ બેઠકમાં કેન્દ્રીય રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજનાનો ફાયદો વણકર, સોની, લુહાર, ધોબી અને વાળંદને મળશે. તે અંતર્ગત પહેલા પાંચ વર્ષમાં રૂ. 13 હજાર કરોડનો ખર્ચ કરાશે. સરકાર તેમને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ પત્ર પણ આપશે. તેના થકી આ લોકો બેન્કમાંથી સબસિડી ધરાવતી લોન લઈ શકશે. આ ઉપરાંત નવા કૌશલ્યો, ટૂલ્સ અને ક્રેડિટ સપોર્ટ પણ મળશે. કૌશલ્ય યોજના બે પ્રકારની હશે. એક બેઝિક અને બીજી એડવાન્સ. નોંધનીય છે કે, સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે પીએમ તેની ઔપચારિક શરૂઆત 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિએ કરશે.

35 જિલ્લામાં સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ બનશે


કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પીએમ ઈ-બસ યોજના હેઠળ 169 શહેરમાં દસ હજાર ઈ-બસ દોડાવાશે. જ્યારે હરિત ગતિશીલતા પહેલ હેઠળ 181 શહેરમાં ઈ-બસ માટે માળખાગત સુવિધા ઊભી કરાશે. આ યોજના હેઠળ આગામી દસ વર્ષમાં રૂ. 57,613 કરોડ ખર્ચ કરાશે, જેમાં રૂ. વીસ હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. સીસીઈએએ રેલવે માટે રૂ. 32,500 કરોડના સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. તેમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 35 જિલ્લામાં રેલવે ટ્રેકનું વિસ્તરણ કરાશે.35 જિલ્લામાં સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ બનશે
.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “કેન્દ્રનો નિર્ણય 18 પરંપરાગત વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો: દેશના 30 લાખ કારીગરોને સરકાર 5% વ્યાજે એક લાખ રૂપિયાની લોન આપશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો