ગજબ કહેવાય આ તો ખેલ સહાયક અભિરૂચી કસોટી માટે માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયા, તમામ પાસ થાય તો પણ પુરતા સ્પોર્ટ્સ શિક્ષક નહીં મળે

ખેલ સહાયક અભિરૂચી કસોટી : હાલમાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ખેલ સહાયકનાં ફોર્મ ભર્યા ત્યારે એક વાત સામે આવી કે ખેલ સહાયક અભિરૂચી કસોટી માટે માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયા, ગજબ કહેવાય આ તો, અને તે તમામ પાસ થાય તો પણ પુરતા સ્પોર્ટ્સ શિક્ષક નહીં મળે. ખેલ સહાયક અભિરૂચી કસોટીની વધુ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે.

ખેલ સહાયક અભિરૂચી કસોટી

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામખેલ સહાયક અભિરૂચી કસોટી
આર્ટિકલની કેટેગરી Sarkari Result 
કેટલા ફોર્મ ભરાયા માત્ર ૪,૬૦૦
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

ખેલ સહાયક અભિરૂચી કસોટી માટે માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયા


રાજ્યની શાળાઓમાં ઘણા વર્ષો બાદ સ્પોર્ટ્સ શિક્ષકની કરાર આધારીત ભરતી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ મૂશ્કેલી એ છે કે, તમામ સ્કૂલો માટે સ્પોર્ટ્સ શિક્ષક મળવા મુશ્કેલ છે. કારણ કે, ખેલ અભિરૂટી માટે રાજ્યમાંથી માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયાં છે. બીજી તરફ ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી ૫,૦૭૫ શાળાઓમાં ખેલ સહાયકની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે.

આમ ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર પરીક્ષામાં પાસ થાય અને તમામને નિમણુક આપી દેવામાં આવે તો પણ પુરતી સંખ્યામાં સ્પોર્ટ્સ શિક્ષકો નહી મળે તેવુ હાલની સ્થિતિ પરથી લાગે છે. ખેલ અભિરૂચી કસોટીમાં પાસ થયેલા ૫,૦૭૫ ખેલ સહાયકની કરાર આધારીત નિમણુંક કરવાનું આયોજન કરાયું હતું. પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૦મી ઓગસ્ટના રોજ યોજાનાર કસોટી માટે તા.૧૯ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી ઉમેદવારોને અરજીઓ કરવા માટેની મુદ્દત આપવામાં આવી હતી. બાદમાં વયમર્યાદા ૩૫થી વધારીને ૩૮ કરાતાં ફરી ફોર્મ ભરવાની મૂદત ૧૦મી ઓગસ્ટ સુધી અપાઈ હતી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “ગજબ કહેવાય આ તો ખેલ સહાયક અભિરૂચી કસોટી માટે માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયા, તમામ પાસ થાય તો પણ પુરતા સ્પોર્ટ્સ શિક્ષક નહીં મળે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો