Krushi Sahay Package 2023 : રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન , ગુજરાત રાજ્યનાં ખેડૂતો માટે આનંદના સમાચાર ગુજરાત સરકારે માવઠાથી થયેલ નુકસાનીના વળતર માટે સહાય ની જાહેરાત કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ને ઘણું નુકશાન થયું છે માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.
Krushi Sahay Package 2023
કોના દ્વારા | ગુજરાત સરકાર |
આર્તીકલનું નામ | Krushi Sahay Package 2023 |
આર્ટીકલની કેટેગરી | Sarkari Result |
લાભાર્થી | ગુજરાતના ધરતપુત્રો |
લાભ કોને મળશે | ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં |
સહાય કેટલી ચુકવવામાં આવશે | 23,000 પ્રતિ હેક્ટર સહાય |
Krushi Sahay Package 2023
રાજયના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષમાં વારંવાર થયેલ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકશાન થયું છે. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વે કરાવી રાહત પેકેજ સહાયની જાહેરાત કરી છે. આ પેકેજ અત્યાર સુધીનું સૌથી વધુ રાહત આપતું પેકેજ જાહેર કરાયું છે.
ગુજરાત રાજ્યના ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાકની નુકશાની અંગેની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થા ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી તેમાં ખેડૂતોને થયેલ નુકશાનીની ચર્ચા થઇ હતી જેમાં અંતે જાણવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો.
- રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન
- કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે રાજ્ય સરકારની સહાય પેકેજની જાહેરાત
- 48 તાલુકા માટે રાજ્ય સરકારની સહાયની જાહેરાત
- 23,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે: ઋષિકેશ પટેલ
બાગાયતી પાકો માટે SDRF ધારાધોરણ મુજબ સહાય
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRF ના ધારાધોરણ મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-
- પાવર ટીલર સબસીડી યોજના 2023 : ikhedut portal, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- Tractor Sahay Yojana 2023 @ikhedut portal : હવે ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપશે સબસિડી, સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- RTE Result 2023 Declared : RTE Admmission પરિણામ જાહેર થઇ ગયું,જાણો તમારા બાળક ને કઈ શાળામાં પ્રવેશ મળ્યો
ખેડૂતોને નીચે મુજબ મળશે નુકશાની સહાય
- ખેડૂતોને મળશે થયેલ નુકશાની સહાય: ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRF ના ધારાધોરણ મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
- જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય
- ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
સહાય લેવા માટે અરજી કેવી રીતે કરવી?
Krushi Sahay Package 2023 પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં. 8/A, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7/12 સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
જરૂરી લિંક્સ
whatsapp ગ્રુપમાં જોડવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
1 thought on “Krushi Sahay Package 2023 : ખેડૂતોને માવઠાથી થયેલ નુકશાનીનાં વળતર માટે સહાય જાહેર, જાણો અરજી કેવી રીતે કરવી?”