ખાંડ-પાણી અને બેક્ટેરિયાના મિશ્રણથી કંપનીઓ દૂધ બનાવી રહી છે : 70 લાખ કરોડ રૂપિયાના વૈશ્વિક ડેરી બજારનો હિસ્સો બનશે,ગાયકે છોડનું નામોનિશાન નહીં, ખાંડ-પાણી અને બેક્ટેરિયાના મિશ્રણથી કંપનીઓ દૂધ બનાવી રહી છે.દૂધ અને દૂધ સાથે જોડાયેલાં ઉત્પાદનોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા વિકલ્પો આવી ગયા છે. આમ છતાં પણ છોડમાંથી બનાવવામાં આવેલાં ઉત્પાદનો ડેરીની તુલનાએ ન આવી શકે. ગુડ ફૂડ ઇન્સ્ટિટયૂટ (GFI)ના અહેવાલ મુજબ સોયાબીન, બદામ અને ઓટ્સ જેવી વસ્તુઓથી બનેલા છોડ પર આધારિત દૂધના પીણાં અમેરિકાના બજારમાં કુલ દૂધના વેચાણના 15% અને પશ્ચિમી યુરોપમાં 11% હિસ્સો બને છે.
ગાયની તુલનાએ દૂધ બનાવતા ટેન્ક વધુખર્ચાળ
સિન્થેટિક ડેરીની આ પ્રક્રિયાના ઉપયોગમાં લેવાતાં ટેન્ક ખુબ ખર્ચાળ છે. એક ટેન્ક જેમાં આશરે 30 લિટર દૂધ બનાવી શકાય છે તેની કિંમત 1.5 કરોડ સુધીની હોઈ શકે છે. ત્યારે એક ગાય ખરીદવાથી જે એક દિવસમાં લગભગ આટલું જ દૂધ આપી શકે છે તેના પર માત્ર 1.5 લાખ ખર્ચવા પડશે. આમ આ પદ્ધત્તી ગાયની તુલનાએ દૂધ બનાવતા ટેન્ક વધુખર્ચાળ સાબિત થાય છે. 70 લાખ કરોડ રૂપિયાના વૈશ્વિક ડેરી બજારનો ભાગ બનવાની આશા સાથે હવે કેટલીક કંપનીઓ ગાય કે છોડ વગર નવી પદ્ધતિથી દૂધ બનાવી રહી છે.
કંપનીઓ જૈવ-રાસાયણિક પ્રક્રિયાથી દૂધ કેવી રીતે બનાવે છે?
કંપનીઓ જૈવ-રાસાયણિક પ્રક્રિયાથી દૂધ બનાવી રહી છે. એક ખાસ ટાંકીમાં ખાંડ અને પાણીની વચ્ચે કેટલાક બેક્ટેરિયા રાખવામાં આવે છે. આ બેક્ટેરિયા થોડા સમય પડે છે. પછી નિયંત્રિત વાતાવરણમાં ખાંડને દૂધના પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે. આ પ્રકારના દૂધનો ફાયદો પણ છે. લેક્ટોસ, જેનાથી ઘણા લોકોને એલર્જી અને હાર્મોન, જે કેટલાક વયસ્ક રોગો સાથે સંકળાયેલા છે તેને આ રીતે દૂધમાંથી બહાર કાઢી શકાય છે. ખાદ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તન અંગે વધી રહેલી ચિંતાના આ સમયમાં તે ઉપયોગી છે. તેમાં ઓછા પાણીનો ઉપયોગ થાય છે. પરંપરાગત ડેરી ઉત્પાદનની સરખામણીએ આમાં ઓછી ઊર્જા અને જગ્યાની જરૂર પડે છે.
આ પણ વાંચો :-
- SBI Amrut Kalash Fixed Deposite Yojana : અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના, 400 દિવસમાં મેળવો 7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર
- DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) Bharti 2023 : DRDO ભરતી 2023, ફટાફટ ફોર્મ ભરો
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર : Std 12th Science purak exam Result 2023 , વોટ્સએપથી ફટાફટ જાણો રીઝલ્ટ
- મિત્રો વનરક્ષક વર્ગ ૩(ફોરેસ્ટ ગાર્ડ) સંમતિ ફોર્મ 2023 ભરવાનું શરુ : ફટાફટ સંમતિ ફોર્મ ભરો નહિ તો ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે
- BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો
જરૂરી લિંક્સ
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
1 thought on “લો આ નવું આવ્યું, ગાયકે છોડનું નામોનિશાન નહીં, ખાંડ-પાણી અને બેક્ટેરિયાના મિશ્રણથી કંપનીઓ દૂધ બનાવી રહી છે”