ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી : વાલીની વાર્ષિક આવક આઠ લાખ સુધી હશે તો સ્કિલ યુનિ.માં ભણવા ૫૦ % ફી માફ !

ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી : નવા એડમિશન સાથે જ યોજનાનો અમલ. સ્કિલ્ડ જનરેશન તૈયાર કરવા ગુજરાત સરકારે અમદાવાદમાં કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે. જેની સાથે રાજ્યની અનેક કોલેજ-ઈન્સ્ટિટ્યૂટનું પણ જોડાણ થયેલું છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આર્થિક સ્તરે પછાત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને તક ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના– MKPYને શ્રમ અને રોજગાર વિભાગે લોન્ચ કરી છે. આ યોજના હેઠળ આ શૈક્ષણિક વર્ષથી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનોના શિક્ષણ માટેની ફીમાં સરકાર ૫૦ ટકા માફી આપશે.

કૌશલ્ય પ્રોત્સાહન યોજના પર એક નજર

યોજનાનું નામ કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY
યોજના શરુ કરનાર ગુજરાત સરકાર
લાભાર્થી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનો
યોજનાનો અમલ આ શૈક્ષણિક વર્ષથી
આર્ટિકલ નું નામ ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી
આર્ટિકલની કેટેગરી Yojana , Sarkari Result

કયા કયા કોર્સ ચાલે છે?


રાજ્યના શ્રમ અને રોજગારી વિભાગના નાયબ સચિવ આર. સી. જાડેજાની સહીથી MKPVના અમલ માટે
પ્રસિદ્ધ ઠરાવમાં અમદાવાદ સ્થિત સ્કિલ યુનિવર્સિટી જ નહિ પરંતુ તેની સાથે જોડાયેલી અર્થાત એફિલેટેડ સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂટને પણ આવરી લેવાયા છે. વિતેલા બે વર્ષથી આ યુનિવર્સિટી દ્વારા ડિમાન્ડ આધારિત સ્કીલ્ડ પર્સન તૈયાર કરવા નીચે પ્રમાણે કોર્સ ચાલી રહ્યા છે.

 • સ્નાતક
 • અનુસ્નાતક
 • ડિપ્લોમા
 • પ્રમાણપત્ર કક્ષાના અભ્યાસક્રમો
 • ડ્રોન ટેકનોલોજી
 • બેંકિંગ
 • ક્લાઉડ
 • લોજીસ્ટિક
 • ઈન્ફ્રાસ્ટ્રક્ચર
 • સાઈબર સિક્યોરિટી
 • સ્ટીલ ટેકનોલોજી
 • ટ્રાન્સપોર્ટ એન્ડ મોબિલિટી
 • ડિઝાઈન
 • હાઉસ કિલિંગ
 • લેબલ લો
 • બીબીએ
 • બીસીએ
 • બીકોમ
 • પોસ્ટ ગ્રેજ્યુએશન
 • માસ્ટર્સ


બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે નિશુલ્ક શિક્ષણ આપવા સરકારે નિર્ણય પણ કર્યો છે. ૧૨મી મે ૨૦૨૩ના રોજ ઉપસચિવ વિજય સાંગડિયાની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં નોંધાયેલા શ્રમિકોના વધુમાં વધુ બે સંતાનો માટે ફી રિએમ્બર્સ કરી આપવા અર્થાત મફત શિક્ષણ આપવા કહેવાયું હતું. ત્યારબાદ ૨૯મી મે ૨૦૨૩ના રોજ MKPVના અમલનો ઠરાવ પ્રસિદ્ધ થયો છે. જેમાં વાર્ષિક ૮ લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે વાર્ષિક રૂ.૩૦,૦૦૦ કે કુલ ફીના ૫૦ ટકા આ બેમાંથી જે ઓછું હોય તે ધોરણે સ્લોરશીપ આપવા કહેવાયું છે. જે માટે પ્રવેશ લાયકાતની પરીક્ષાના ૫૦ ટકા કે તેથી વધુ ગુણાંક સાથે પરીક્ષા પાસ કરેલી હોય અનિવાર્ય છે.

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો હેતુ શું છે?

કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો હેતુ – આર્થિક સ્તરે પછાત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને તક ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના– MKPYને શ્રમ અને રોજગાર વિભાગે લોન્ચ કરી છે.

કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY નો લાભ શું છે?

આ યોજના હેઠળ આ શૈક્ષણિક વર્ષથી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનોના શિક્ષણ માટેની ફીમાં સરકાર ૫૦ ટકા માફી આપશે.

કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો અમલ ક્યારથી થશે?

કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો અમલ આ શૈક્ષણિક વર્ષથી થશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો