શાળાઓમાં મહોરમની કાલની રજા કેન્સલ : શિક્ષણ વિભાગે આવતીકાલે શાળા ચાલુ રાખવા જાહેર કર્યો પરિપત્ર , વાંચો આખો પરિપત્ર

મહોરમની કાલની રજા કેન્સલ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને ત્રણ વર્ષ પુરા થતા હોય તે નિમિતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. માન. વડાપ્રધાનશ્રી દ્વારા ર૯ જુલાઈના રોજ India Trade Promotion Organization (ITFO), નવી દિલ્હી ખાતે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે. ઉદ્ઘાટન બાદ શાળા શિક્ષણના ૦૪ સેશન સહિત કુલ ૧૬ વિષયલક્ષી સેશન ૨૯ અને ૩૦ જુલાઈ ૨૦૨૩ દરમિયાન યોજાનાર છે.

પ્રસ્તુત કાર્યક્રમ માટે તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ વેબકાસ્ટ નિહાળી શકે તે પ્રકારે આયોજન કરવા જણાવવામાં આવે છે.


આવતીકાલે બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં શાળા કક્ષાએ કેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરીકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું તે અંગેની વિગતો મેળવી જિલ્લાની વિગતો આ સાથે સામેલ પત્રક મુજબ ભરી સોફ્ટ કોપી [email protected] પર બિનચૂક રીતે મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

લાઈવ પ્રશારણની લિંક અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો