Mukhyamantri Matru Shakti Yojana Gujarat 2023 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY), તમામ માહિતી

Mukhyamantri Matru Shakti Yojana Gujarat 2023 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) | માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખાય છે.

આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

Mukhyamantri Matru Shakti Yojana Gujarat 2023 | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)

વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)
આર્ટિકલનું નામ Mukhyamantri Matru Shakti Yojana Gujarat 2023
આર્ટિકલ કેટેગરી Yojana , Sarkari Result
અરજી મોડઓફલાઈન
લાભાર્થીસગર્ભા અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા
સત્તાવાર વેબસાઈટ
www.wcd.gov.in

લાભાર્થી પાત્રતા

વર્ષ ૨૦૨૨-૨૩માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ છે તે લાભાર્થી તરીકે યોજનાનો લાભ લઇ શકશે.

મળવાપાત્ર લાભ

દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે-સાથે રો-રાશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.

નાણાંકીય જોગવાઈ

યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.

યોજનાના અપેક્ષિત પરિણામો

  • માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
  • અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
  • IMR અને MMR માં ઘટાડો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?

  • 2 કિલો ચણા દાળ
  • 2 કિલો તુવેર દાળ
  • 1 કિલો સિંગતેલ
  • દર્શાવેલ તમામ ચીજવસ્તુ દર માસ દરમિયાન મળશે.

જરૂરી ડોકયુમેંટ

  • આધાર કાર્ડ
  • ટેકો આઈ.ડી/મમતા કાર્ડ
  • આંગણવાડીમાં નોંધણી ફરજીયાત.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવા અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) નો લાભ લેવા કોનો સંપર્ક કરવાનો?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) નો લાભ લેવા નજીકની આંગણવાડી સંપર્ક કરવો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ની સત્તાવાર વેબસાઈટ www.wcd.gov.in છે.

MNY નું પુરુ નામ શું છે?

MNY નું પુરુ નામ Mukhyamantri Matru Shakti Yojana છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા અરજીક્યાં કરવાની?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા અરજી નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.

2 thoughts on “Mukhyamantri Matru Shakti Yojana Gujarat 2023 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY), તમામ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો