PM નરેન્દ્ર મોદી સાહેબે કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આજે 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. નવા સંસદ ભવનમાં રાજ્યસભા અને લોકસભાની સાથે એક સંવિધાન હોલ પણ બનાવવામાં આવ્યો છે. તેમાં દેશના બંધારણીય વારસાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિબંશ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ સિવાય દેશના તમામ રાજકીય પક્ષોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

નવા સંસદ ભવનની ખાસિયતો
- નવા સંસદભવનમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.
- નવા સંસદમાં તમામ સભ્યો માટે એક વિશેષ પુસ્તકાલય, ડાઇનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ છે.
- મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે જે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે.
- આ સાથે કાફે, ડાઇનિંગ એરિયા, કમિટી મીટિંગ રૂમમાં પણ હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે.
- દરેક બેઠક પર ડિજિટલ સિસ્ટમ અને ટચ સ્ક્રીન જૂના સંસદ ભવનની સરખામણીમાં નવા સંસદનમાં લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની બેઠક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે.
- નવા સંસદમાં સાંસદો કોઈપણ અડચણ વગર આવીને જઈ શકશે.
- નવી સંસદ ભવનનમાં સાંસદોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને દરેક બેઠક પર ડિજિટલ સિસ્ટમ અને ટચ સ્ક્રીન લગાવવામાં આવી છે.
- સાંસદો આ ડિજિટલ સિસ્ટમને તેમના મોબાઈલ અથવા ટેબલેટથી સીધા જ કનેક્ટ કરી શકશે.
- નવા સંસદ ભવન સંકુલમાં અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ્સ પણ સ્થાપિત કરવામાં આવી છે.

નવા સંસદ ભવનના નિર્માણ માટે ક્યાંથી શું લાવામાં આવ્યું?
- સંસદની નવી ઇમારત દેશની વિવિધતામાં એકતાનો સંદેશ આપનાર છે. કારણ દેશના વિવિધ રાજ્યોમાંથી અલગ અલગ વસ્તુઓ મંગાવીને સંસદની નવી ઇમારત તૈયાર કરવામાં આવી છે.
- જેમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની કાર્પેટ, ત્રિપુરાના વાંસના ફ્લોર અને રાજસ્થાનથી પથ્થરની કોતરણી કરવામાં આવી છે
- લાલ કિલ્લા માટે અને રાષ્ટ્રીય રાજધાનીમાં હુમાયુના મકબરામાં પણ સરમાથુરાથી રેતીના પથ્થર લાવવામાં આવ્યા હતા.
- કેસરિયા ગ્રીન સ્ટોન ઉદયપુરથી, અજમેર નજીકના લાખાથી લાલ ગ્રેનાઇટ અને સફેદ આરસપહાણની આયાત અંબાજી અને રાજસ્થાનથી કરવામાં આવી છે.
- લોકસભા અને રાજ્યસભા ચેમ્બરમાં ફોલ્સ સિલીંગ માટે સ્ટીલનું માળખું કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાંથી લાવવામાં આવ્યું છે.
- નવી ઇમારત માટેનું ફર્નિચર મુંબઇમાં તૈયાર કરવામાં આવ્યું હતું. અશોક ચિહ્ન માટેની સામગ્રી મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવી હતી.
- સંસદ ભવનના બાહ્ય ભાગ પરની સામગ્રી મધ્યપ્રદેશના ઈન્દોરથી ખરીદવામાં આવી હતી.
- પથ્થર કોતરણીનું કામ આબુ રોડ અને ઉદયપુરના શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું હતું અને પથ્થરો રાજસ્થાનના કોટપુતળીથી લાવવામાં આવ્યા હતા.
- હરિયાણાના ચરખી દાદરીથી બનેલી રેતી અથવા ‘એમ-રેતી’નો ઉપયોગ સંસદની નવી ઇમારતમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટે મજબૂત મિશ્રણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
- ફ્લાઇ એશની ઇંટો હરિયાણા અને યુપીમાંથી મંગાવવામાં આવી હતી. પિત્તળની સામગ્રી અને અગાઉથી તૈયાર કરેલા ઢાંચા ગુજરાતના અમદાવાદથી મંગાવવામાં આવ્યા હતા.
નવા સંસદ ભવનમાં બેઠકોની માહિતી
નવા સંસદ ભવનમાં બેઠકો માટે ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા સંસદ ભવનમાં લોકસભા માટે 888 બેઠકો બનાવવામાં આવી છે. જ્યારે રાજ્યસભા માટે 384 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન કુલ 1280 સાંસદો એકસાથે બેસી શકશે.

આ પણ વાંચો :-
- અંબાલાલ પટેલની ઘાતક આગાહી : તારીખ 28 અને 29 નાં રોજ આ જીલ્લાઓમાં પવન ફૂંકાઈને માવઠું થઇ શકે છે.
- ગુજરાત ડિપ્લોમા એડમિશન 2023 : Gujarat Deeploma Admiission 2023 માટે અરજી ફોર્મ , મેરિટ લિસ્ટ, સીટ એલોટમેન્ટ, તમામ માહિતી
- Gujarat ITI Admission 2023 Started : ગુજરાત ITI 2023 એડમિશન , જુઓ ફોર્મ ભરવાની તારીખ, અરજી પ્રક્રિયા, વગેરે તમામ માહિતી
મહત્વપૂર્ણ લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
અપડેટ્સ માટે whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
FAQs
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ?
PM નરેન્દ્ર મોદી સાહેબે કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન માં કોણ કોણ ઉપસ્થિત રહ્યા?
ઉદ્ઘાટનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિબંશ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.
નવા સંસદ ભવનમાં લોકસભા માટે કેટલી બેઠકો બનાવવામાં આવી છે?
નવા સંસદ ભવનમાં લોકસભા માટે 888 બેઠકો બનાવવામાં આવી છે
2 thoughts on “PM નરેન્દ્ર મોદી સાહેબે કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : નવા સંસદ ભવનની ખાસિયતો જાણીને ચોંકી જશો”