ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન અજય : તમામ ભારતીયોને ખાસ ફ્લાઈટમાં પાછા લવાશે, વિદેશમંત્રી જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે. ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા વિશેષ ચાર્ટર પ્લેન ભરશે ઉડાન, ભારતે શરૂ કર્યું ઓપરેશન અજય, વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું ઈઝરાયેલથી ભારત આવવા ઇચ્છતા લોકો માટે ઓપરેશન અય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
તમામ ભારતીયોને ખાસ ફ્લાઈટમાં પાછા લવાશેઃ વિદેશમંત્રી જયશંકર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે બુધવારે પાંચમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું હતું. અત્યાર સુધી ઈઝરાયેલમાં 1200 અને ગાઝામાં 1000 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ઈઝરાયલની સરહદમાંથી 1500થી વધુ આતંકીના મૃતદેહ પણ મળ્યા છે. આમ, આ યુદ્ધમાં મોતનો આંકડો 3700 સુધી પહોંચી ગયો છે. ગાઝામાં યુએનના પણ નવ અધિકારી માર્યા ગયા છે. આ સ્થિતિમાં વિવિધ દેશોના નાગરિકોએ ઇઝરાયલમાંથી નીકળવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા ઓપરેશન અજય પણ શરૂ કરી દીધું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયામાં આ અંગે માહિતી આપી હતી. ઇઝરાયલ સ્થિત ભારતીય દૂતાવાસે નોંધાયેલા ભારતીય નાગરિકોના પહેલા જથ્થાને એક ઈ-મેલ પણ કરી દીધો છે. આ તમામને ખાસ ફ્લાઈટોમાં ભારત પાછા લવાશે. બીજી તરફ, દુનિયાભરમાં અભ્યાસ નોકરી કે ધંધા-વેપાર માટે ગયેલા
અમેરિકાએ ઇઝરાયલને શસ્ત્રો પહોંચાડ્યાં, યુદ્ધજહાજ પણ મદદ માટે રવાના
અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે શસ્ત્રોનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. એક અમેરિકન વિમાન ઇઝરાયલના નેબાતિમ એરબેઝ પર લેન્ડ થઈ ગયું છે, જેમાં આ શસ્ત્રો-વિસ્ફોટકો છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ઇઝરાયલને મદદની જાહેરાત કર્યાના થોડા જ કલાકમાં એક અમેરિકન યુદ્ધજહાજ પણ ઇઝરાયલ રવાના થઈ ગયું છે. હવે અમેરિકાએ ઇઝરાયલને એફ-15, 16 અને એ-10 ફાઈટર જેટ પહોંચાડવાની તૈયારી કરી છે.
ઈઝરાયલ હુમલાનો માસ્ટરમાઈન્ડ મોહમ્મદ દેઇફ, બે વર્ષ સજ્જડ પ્લાનિંગ કરી હુમલો કર્યો
દેઇક્ સાત હુમલામાં બચ્યો, એટલે બુલેટપ્રૂફ લેજેન્જ તરીકે જાણીતો ‘16 વર્ષથી ઇઝરાયલે ગાઝાની ચોતરફથી ઘેરાબંધી કરી છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના કારણે કોઈ અમારા રનનું હકમાં અવાજ નથી ઉઠાવતું. આખી દુનિયા અમને અવગણે છે પણ હવે અમે નક્કી કરી લીધું છે કે, અમે એવું નહીં થવા દઈએ.
સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર પાંચ હજાર રોકેટ ઝીંક્યા પછી મોહમ્મદ દેઇફે એક ઓડિયો ટેપ જાહેર કરીને આ સંદેશ આપ્યો હતો. દેઇફ હમાસની મિલિટરી વિંગનો વડો છે. આ હુમલો કરવા તેણે મોસાદને છેતરવા બે વર્ષ સુધી એક મજબૂત યોજના ઘડી હતી. બે વર્ષ પહેલા અલ અક્સા મસ્જિદ પર ઇઝરાયલની સેનાએ દરોડા પાડ્યા હતા તે વાતથી તે ખૂબ જ દુઃખી હતો.
ઇઝરાયલીઓ હમાસ સામે લડવા વતન પરત ફરી રહ્યા છે
ગ્રીસથી લઈને ન્યૂયોર્ક સુધી એરપોર્ટ પર ઇઝરાયલીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઇઝરાયલી મીડિયાના મતે સેનાએ રિઝર્વ સૈનિકોની સંખ્યા વધારીને રૂ.60 લાખ કરી દીધી છે, જેથી જવાબી કાર્યવાહી વખતે સૈનિકોની ખોટ ના પડે. ઈઝરાયલમાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સેનામાં સેવા આપવી ફરજિયાત છે. ન્યૂજર્સીમાં અભ્યાસ કરતો 18 વર્ષીય એડમ જેકબ કહે છે કે, મારો ભાઈ યુદ્ધમાં માર્યો ગયો છે. ‘એટલે હું સેનાને મદદ કરવા ઇઝરાયલ જઈ રહ્યો છું.’ આ લોકોની જેમ ભારત, જર્મની, ફ્રાંસ જેવા દેશોમાંથી ઈઝરાયેલી નાગરિકો પાછા જઈ રહ્યા છે.
બીજી તરફ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકાર અને વિપક્ષના નેતા બેન્ઝી ગેસ્ટ્સ વચ્ચે યુનિટી ગવર્મેન્ટ રચવા અંગે સંમતિ સધાઈ ગઈ છે. યુદ્ધ કે કટોકટીની સ્થિતિમાં ઇઝરાયલમાં આવી સરકારની રચના કરાય છે, જે વૉર કેબિનેટ તરીકે ઓળખાય છે. ઇઝરાયલમાં 1973 પછી પહેલીવાર એવી સરકાર બનશે.
આ પણ વાંચો :-
- WhatsApp Channels New Features Launched : વોટ્સએપમાં આવી ગયું નવું ફિચર વોટ્સએપ ચેનલ, હવે વોટ્સએપમાં પણ ચેનલ બનાવી શકાશે
- SVNIT Surat Bharti 2023 : સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સુરત ભરતી, ફટાફટ ફોર્મ ભરો
- e Fir Gujarat :E FIR કેવી રીતે કરશો? e Fir ફાયદા અને નુકસાન શું છે? જાણો તમામ માહિતી
- Talati Cum Mantri Final Select List : તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર,ફટાફટ ચેક કરો
2 thoughts on “ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન અજય : તમામ ભારતીયોને ખાસ ફ્લાઈટમાં પાછા લવાશે, વિદેશમંત્રી જયશંકર”