Road Milestones Colour : રોડની બાજુમાં રહેલ પથ્થર અને તેના પર રહેલ રંગનો શું મતલબ થાય, જાણો સંપૂર્ણ માહિતી

Road Milestones Colour : તમે દેશના કે રાજ્યના રસ્તાઓ પર મુસાફરી કરો છો , જ્યારે પણ તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અથવા શહેરના માર્ગ પર રસ્તા પર જાઓ છો ત્યારે તમે ઘણી વાર જોશો કે રસ્તાની બાજુમા એક પથ્થર મૂકવામા આવ્યો છે અને તે પથ્થરના ઉપરના ભાગનો રંગ લાલ, લીલો, પીળો અને કાળો હોય છે અને નીચેનો રંગ સફેદ હોય છે. શહેરનુ નામ, અંતર અને અન્ય માહિતી રસ્તાની બાજુમા રાખેલ પત્થરો ઉપર લખેલ હોય છે. આ પથ્થરને માઇલ સ્ટોન કહેવામા આવે છે.

Road Milestones Colour

ભારતમાં આવેલ હાઇવે પર પ્રવાસ દરમિયાન, રસ્તાઓની બાજુઓ પર કિલોમીટર ના પથ્થરો જોવા મળશે. આ પથ્થરો દ્વારા આપણે આપણા સ્થાનનું અંતર જાણી શકીએ છીએ.જો કે, અત્યારે વિવિધ બોર્ડે તેમની જગ્યા લઈ લીધી છે, પરંતુ જૂના જમાનામાં લોકો તેમનાથી માત્ર અંતર જાણતા હતા. આજે પણ દેશના મુખ્ય માર્ગો પર આ પથ્થરોનો ઉપયોગ થાય છે. તમે જ્યારે પણ કોઈ પણ મોટા રસ્તા પર મુસાફરી કરી હશે, ત્યારે તમે આ પથ્થરો જોયા જ હશે, જે ઘણીવાર પીળા અને સફેદ રંગના પથ્થરો દેખાતા હોય છે, જેના પર એક નંબર, સ્થળનું નામ અને અંતર લખેલું હોય છે.

પીળા રંગના પથ્થર નો અર્થ શું છે?

જો તમે જે માર્ગે જઈ રહ્યા છો તે રોડના કિનારે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ પીળો છે અને નીચેનો ભાગ ભાગ સફેદ રંગનો હોય તો સમજી લો કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રંગીન માઇલ સ્ટોનનો અર્થ એ પણ છે કે આ રસ્તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામા આવ્યો છે અને આ રસ્તાનુ સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવે છે.

લીલા રંગના પથ્થર નો અર્થ શું છે?

જ્યા પણ તમે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો સમજી જાવ કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહી પણ રાજ્ય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ મુખ્યત્વે રાજ્યની અંદર છે, જે રાજ્યના મુખ્ય શહેરોના રસ્તાઓને જોડવાનું કામ કરે છે. તે દર્શાવે છે કે સંબંધિત માર્ગ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેની જાળવણી પણ રાજ્ય સરકાર હેઠળ આવે છે.

કાળા રંગના પથ્થર નો અર્થ શું છે?

કેટલાક રસ્તાઓની બાજુઓ પર કાળા રંગના માઇલસ્ટોન્સ જોવા મળશે. એ દર્શાવે છે કે રાજ્યમાં આ રોડ જિલ્લા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ જિલ્લાના મુખ્ય માર્ગો પર સ્થિત છે, જે દર્શાવે છે કે આવેલો રસ્તો શહેર તરફ જાય છે.

લાલ રંગના પથ્થર નો અર્થ શું છે?

કોઈ પણ ગામડા-ગામડાના રસ્તાની બાજુમાં તમને આવા પથ્થરો જોવા મળશે. આ પથ્થરો નારંગી રંગના છે, જે દર્શાવે છે કે સંબંધિત માર્ગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે.

જરૂરી લિંક્સ

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવ અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

પીળા રંગના પથ્થર નો અર્થ શું છે?

જો તમે જે માર્ગે જઈ રહ્યા છો તે રોડના કિનારે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ પીળો છે અને નીચેનો ભાગ ભાગ સફેદ રંગનો હોય તો સમજી લો કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રંગીન માઇલ સ્ટોનનો અર્થ એ પણ છે કે આ રસ્તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામા આવ્યો છે

લીલા રંગના પથ્થર નો અર્થ શું છે?

માઇલ સ્ટોનનો ઉપરનો ભાગ કાળા રંગનો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો તેનો અર્થ એ છે કે તમે મોટા શહેર અથવા જિલ્લાના માર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. ચાલો અમે તમને જણાવીએ કે અન્ય રસ્તાઓની જેમ આ રસ્તાની જવાબદારી પણ જિલ્લા પર હોય છે.

લાલ રંગના પથ્થર નો અર્થ શું છે?

જે દર્શાવે છે કે સંબંધિત માર્ગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે.

2 thoughts on “Road Milestones Colour : રોડની બાજુમાં રહેલ પથ્થર અને તેના પર રહેલ રંગનો શું મતલબ થાય, જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો