2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ સમાપ્ત : હવે RBI ઓફિસમાં જ નોટ બદલી શકાશે, જાણો તમામ માહિતી

2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ સમાપ્ત હવે RBI ઓફિસમાં જ 2000 રૂપિયાની નોટ બદલી શકાશે,બેન્કોમાં 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે રિઝર્વ બેન્કે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી એક વખત 2000 રૂપિયાની 10 નોટ એટલે વધુમાં વધુ 20 હજાર રૂપિયા બદલી શકાશે. એટલું જ નહીં 2000ના મૂલ્યની નોટ પોસ્ટ ઓફિસ મારફતે પણ આરબીઆઈ કાર્યલયમાં મોકલી શકે છે.

RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી

આર્ટિકલ નું નામ2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ સમાપ્ત
બેંકનું નામ રિઝર્વ બેન્ક
આર્ટિકલની કેટેગરીSarkari Result
RBI ફૂલ ફોર્મReserve Bank of India
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.rbi.org.in/

2000 રૂપિયાની 96% નોટો બેન્કમાં પરત

7 ઓક્ટોબરની સમયમર્યાદા પહેલા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે હવે માત્ર 12,000 કરોડ રૂપિયા (3.37%)ના મૂલ્યની નોટો જ ચલણમાં બચી છે. એટલે કે 2000 રૂપિયાની 96% નોટો બેન્કમાં પરત આવી ગઈ છે. આરબીઆઈએ સમયમર્યાદા પછી અંતિમ અપડેટ આપ્યા નથી. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000ની નોટ લીગ ટેન્ડર રહેશે એટલે કે માન્ય ચલણ બની રહેશે.

રિઝર્વ બેન્કની 19 ઓફિસ

  • અમદાવાદ
  • બેંગલુરુ
  • બેલાપુર
  • ભોપાલ
  • ભુવનેશ્વર
  • ચંદીગઢ
  • ચેન્નાઈ
  • ગુવાહાટી
  • હૈદરાબાદ
  • જયપુર
  • જમ્મુ
  • કાનપુર
  • કોલકાતા
  • લખનૌ
  • મુંબઈ
  • નાગપુર
  • નવી દિલ્હી
  • પટના
  • તિરુવનંતપુરમ

અમલ કરાવતી સંસ્થાઓ, કોઈપણ તપાસ સાથે સંકળાયેલા જાહેર સત્તાવાળાઓ અથવા સરકારી વિભાગો જ્યારે પણ જરૂર પડે ત્યારે આરબીઆઈની 19 ઓફિસો દ્વારા 2000ની નોટ જમા અથવા બદલી શકે છે. તેમના ૫૨ કોઈ મર્યાદા લાગુ થશે નહીં.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

Resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો