Samras Hostel Admission 2023-24 : સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 માટે સંપૂર્ણ પ્રક્રિયા

Samras Hostel Admission 2023-24: સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા 2023, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, સુરત, ભુજ, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ મિત્રો https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Samras Hostel Admission 2023-24

સંસ્થાનું નામ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
છાત્રાલયનું નામ સમરસ છાત્રાલય
આર્ટિકલ નું નામ Samras Hostel Admission 2023-24
આર્ટિકલ કેટેગરી Sarkari Result
સ્થાપના વર્ષ સપ્ટેમ્બર 2016
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 25/06/2023
સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in

સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ યાદી 2023-24

  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • આણંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • વડોદરા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 માટે સૂચનાઓ

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ.
  • ગ્રુપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી.
  • ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.
  • ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્ર નો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી અહીંથી કરો અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
telegram ચેનલ માં જોડાવો અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો