SBI FD Interest Rates 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે? આ આર્ટિકલ માં આપણે જોઈશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક નાં ચાલુ વર્ષના વ્યાજદર કેટલા છે તેના વિષે ચર્ચા કરીશું, હવે FDનું વળતર ખૂબ વધારે થઈ ગયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ અલગ-અલગ મેચ્યોરિટીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે?
આજ કાલ ઘણા લોકો પોતાના બચાવેલ પૈસા રોકતા પહેલા એ જાણવા માંગે છે કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળશે. જો તમે SBIમાં FD પર કેટલું વ્યાજ મળશે એ વાતમાં મુંઝવતા હોવ તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે. SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ FD ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતી મુદત પર મળનારા વ્યાજ દર અને 1, 2 અથવા 3 વર્ષની મુદત માટે તમારી ફિક્સ ડિપોઝીટના કુલ કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું.
એસ.બી.આઈ બેંકમાં એક વર્ષમાં રૂ. 6,975 વ્યાજ મળશે
એસ.બી.આઈ બેંકે હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે. SBI ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 6,975 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,06,975 રૂપિયા મળશે.
એસ.બી.આઈ બેંકમાં 2 વર્ષમાં રૂ. 14,888 વ્યાજ મળશે
SBIએ 2 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 7 ટકા કર્યા છે. જો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે 14,888 રૂપિયા મળશે.
એસ.બી.આઈ બેંકમાં 5 વર્ષમાં રૂ. 38,042 વ્યાજ મળશે
ભારતીય સ્ટેટ બેંક હાલમાં 5 વર્ષની પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 6.50% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 5 વર્ષમાં વ્યાજ તરીકે 38,042 રૂપિયા મળશે. આ રીતે પાંચ વર્ષમાં તમારા 1 લાખ રૂપિયા વધીને 138,042 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો :-
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૨૩અખબારી યાદી
- EMRS Reqruitment 2023 : એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023, ધોરણ 10 પાસ થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી સરકારી નોકરી ની જાહેરાત
- ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : Gujarat Jaher Raja List 2023 And Marjiyat Raja List 2023, ડાઉનલોડ કરો ફટાફટ
- 2000ની નોટો પર આવ્યું ચોકાવનારુ નિવેદન : આઈડી વિના 2000ની નોટો બદલાશે નહીં, અરજી ફગાવાઈ
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Disclaimer : આ માહિતી અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલ છે, રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.
1 thought on “SBI FD Interest Rates 2023 : એસ.બી.આઈ બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે?”