એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 : આજના યુગ માં ઘણી મહિલાઓ પોતે પગભર થવા માંગે છે. અને પોતાનો વ્યવસાય શરુ કરવા માંગે છે, તેથી એસ.બી.આઈ બેંક દ્વારા સ્ત્રી શક્તિ યોજના 2023 યોજના શરુ કરવામાં આવેલ છે. આ યોજના મહિલાઓને સશક્ત બનાવવા અને તેમના વ્યવસાયમાં આગળ વધવા પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે.
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 પર એક નજર
કોના દ્વારા શરુ કરવામાં આવી | કેન્દ્ર સરકાર એસ.બી.આઈ બેંકની સહાય |
યોજનાનું નામ | એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 |
લાભાર્થી | દેશની મહિલાઓ |
લાભ | બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન આપવી |
યોજનાનો હેતુ | મહિલાઓને સશક્ત બનાવવા અને તેમના વ્યવસાયમાં આગળ વધારવી |
અરજી મોડ | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in/ |
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 માં અરજી કરવા માટે પાત્રતા
- માત્ર મહિલાઓ માટે જ આ યોજના છે તેથી તેમને જ અરજી કરવાની પરવાનગી છે.
- વ્યવસાયમાં 50% કે તેથી વધુ માલિકી ધરાવતી મહિલાઓ જ અરજી કરી શકે છે.
- આ યોજના નાના અને મોટા વ્યવસાયો સહિત તમામ વ્યવસાય કેટેગરીઓ માટે ખુલ્લી છે.
- મહિલા ડોકટરો આ લોનનો ઉપયોગ ક્લિનિક સ્થાપવા અથવા વિવિધ વ્યવસાયિક સાહસોમાં રોકાણ કરવા માટે કરી શકે છે.
- અરજી કરનાર મહિલા ભારતય હોવી આવશ્યક છે.
- અરજદારો મહિલા ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- રહેઠાણનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ
- અરજી પત્ર
- મોબાઇલ નંબર
- કંપનીમાં માલિકીનું પ્રમાણપત્ર
- બેંક સ્ટેટમેન્ટ્સ
- ભાગીદારના દસ્તાવેજો (જો લાગુ પડતું હોય તો)
- છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન
- વ્યાપાર આયોજન
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજનાના લાભો
- આ યોજનાનો હેતુ આર્થિક રીતે પછાત મહિલાઓનેઆગળ લાવવાનો છે.
- મહિલાઓને ઓછા વ્યાજ દરે વધુ લોન આપવાનો છે.
- લોન નાના પાયાના ઉદ્યોગોને મોટા પાયાના વ્યવસાયોમાં આગળ વધવાની તક આપવાનો છે.
- લોન મંજૂર કરવાની પ્રક્રિયા ખુબ ઝડપી છે.
- વધુ પડતા ડોક્યુમેન્ટ્સ વિના લોન આપવામાં આવે છે.
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી?
SBI સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કરવા માટે નીચે આપેલ પગલા અનુસારો.
- નજીકની SBI બેંકની મુલાકાત લો,
- લોન વિભાગના કર્મચારીનો સંપર્ક કરો.
- લોન સંબંધિત સંપૂર્ણ માહિતી લો.
- કર્મચારી પાસેથી અરજી ફોર્મ લો.
- અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ચોકસાઈપૂર્વક ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સની tru copy જોડો.
- અરજી ફોર્મ બેંક અધિકારીને જમા કરો.
- તમારી અરજીની ચકાસણી 24 થી 48 કલાકમાં કરવામાં આવશે.
- લોન મંજૂર થયા પછી, લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પણ વાંચો :-
- Vahali Dikri Yojana 2023 : મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?
- Pandit Din Dayal Awas Yojana online form 2023 : પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ ભરાવાના શરુ થઇ ગયા છે
- આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર : ફટાફટ તમારું નામ ચેક કરો
- AMC FHW Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ભરતીની જાહેરાત
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી?
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના કેન્દ્ર સરકાર ના સહયોગ થી શરુ કરવામાં આવી.
એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજનામાં શું લાભ મળે છે?
બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
4 thoughts on “એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 : SBI Bank આપી રહી છે 20 લાખ રૂપિયા, વાંચો તમામ માહિતી”