Staff Nurse Addendum District Allocation List 2023 : સ્ટાફ નર્સ જીલ્લા ફાળવણી યાદી 2023 જાહેર

Staff Nurse Addendum District Allocation List 2023 : સ્ટાફ નર્સ જીલ્લા ફાળવણી યાદી 2023 | સ્ટાફ નર્સ સંવર્ગમાં તા ૦૧-૦૯-૨૦૨૨ ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તા ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ જિલ્લા ફાળવણી કાર્યક્રમ યોજાયેલ પરંતુ નામદાર ગુજરાત હાઇકોર્ટના SCA-18162/2022ના તા ૧૨-૦૯-૨૦૨૨ ના ઓર્ડર મુજબ ૦૯ જગ્યાઓ ખાલી રાખવા હુકમ હતો.જે અન્વયે તા ૨૮-૦૯-૨૦૨૨ ના જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં SEBC કેટેગરીની ૬(છ) જગ્યા સહિત કુલ ૦૯ જગ્યા ખાલી રાખવામાં આવેલ હતી.

Staff Nurse Addendum District Allocation List 2023 |સ્ટાફ નર્સ જીલ્લા ફાળવણી યાદી 2023

મંડળનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
આર્ટિકલ નું નામ Staff Nurse Addendum District Allocation List 2023
આર્ટિકલ કેટેગરી Sarkari Result
જીલ્લા ફાળવણી યાદી pdf ફાઈલમાં
GPSSB full formGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
સત્તાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/

સ્ટાફ નર્સ જીલ્લા ફાળવણી યાદી 2023


વેઇટીંગ લીસ્ટના હેતુ માટે વિવિધ જિલ્લા પંચાયતો પાસેથી માહિતી મેળવતાં, SEBC કેટેગરીની વધુ ૦૫ જગ્યા ખાલી પડેલ હોઇ, SEBC કેટેગરીની આ ૦૫(પાંચ) જગ્યાઓ ઉપર અગાઉ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેલા, પરંતુ નામદાર હાઇકોર્ટના SCA-18162/2022ના તા ૧૨-૦૯-૨૦૨૨ ના ઓર્ડર અન્વયે જિલ્લા ફાળવેલ નહી કરેલ ૫(પાંચ) SEBC કેટેગરીના ઉમેદવારોને તેમની પસંદગી મુજબ મંડળ ધ્વારા જિલ્લા ફાળવણી કરી, આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટ


આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટ આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:- કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટ બહાર પાડવામાં આવે છે.


સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્ર ક્રમાંક:-સક્ષપ/૧૨૨૦૨૨/૮૬૩૫/અ થી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને નિમણુંક આપતા પુર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.


આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે. અને ત્યાર બાદ જ સંબધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.


આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
આ એડેન્ડમ ડીસ્ટ્રીકટ એલોકેશન લીસ્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પડતર સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન નં.૧૮૧૬૨/૨૦૨૨ તથા ૨૦૬૦૯/૨૦૨૨ ના આખરી ચુકાદાને આધીન રહેશે, તેવી શરત સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જીલ્લા ફાળવણી યાદી અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવા અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો