ધો 10-12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, ધો 3થી 12 માટે નવો અભ્યાસક્રમ આવશે, આગામી સત્રથી અમલ થશે

ધો 10-12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બુધવારે યોજાયેલી એક મહત્ત્વની બેઠક પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું કે ધો 10-12ની બોર્ડની પરીક્ષા પેટર્નમાં ફેરફાર હવે વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે. ધો 3થી 12 માટે નવો અભ્યાસક્રમ આવશે તેમજ આગામી સત્રથી અમલ થશે અને આ પગલાંથી વિદ્યાર્થીને સારા ગુણ મેળવવાની તક મળશે.

ધો 10-12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના મતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બોર્ડ પરીક્ષાઓનું નવું માળખું તૈયાર કરાઈ રહ્યું છે અને 2024ના શિક્ષણસત્રમાં પુસ્તકો પણ તેને અનુરૂપ તૈયાર કરાશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ બોર્ડ પરીક્ષાને વધુ સરળ બનાવવાનો છે. હાલ નવી શિક્ષણ નીતિમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાની ભલામણ કેન્દ્રને મોકલી દેવાઈ છે. આ પ્રકારના માળખાથી દરેકને સારા ગુણ મેળવવાની સાથે દરેક વિષયની પૂરતી સમજ કેળવવાની પણ પૂરતી તક મળશે.

હવે ટૂંક જ સમયમાં રાજ્યોના બોર્ડ આ અંગે નિર્દેશ જારી કરી શકે છે.આ મુદ્દે અંતિમ નિર્ણય બાકી છે. બીજી તરફ, દેશનાં ત્રણ રાજ્ય તમિલનાડુ, કેરળ અને કર્ણાટકે નવી શિક્ષણ નીતિનો વિરોધ કર્યો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું છે કે કર્ણાટક તેની અલગ શિક્ષણ નીતિ બનાવશે. આ દિશામાં આગળ વધવા એક સમિતિની પણ રચના કરાઈ છે.

ધોરણ 3 થી 12 માટે નવો અભ્યાસક્રમ


નવી શિક્ષણ નીતિ હેઠળ અભ્યાસક્રમ તૈયાર કરીને કેન્દ્રને સોંપી દેવાયો છે. સરકારે તે એનસીઈઆરટીને મોકલ્યો છે. હાલ રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ તેમજ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક સમિતિ મૂળ ભારતીય વિચારોને અનુરૂપ તેની તપાસ કરી રહી છે. આ સમિતિઓ ધો.3થી 12 માટે 21મી સદીની જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમને અંતિમ રૂપ આપશે.

બે વાર પરીક્ષા કેમ?

વિદ્યાર્થીઓ તૈયારીનું મૂલ્યાંકન કરી શકશે બે વાર બોર્ડ પરીક્ષાના કેટલાક તર્ક વિતર્ક અપાયા છે. જેવા કે, વિદ્યાર્થીઓ તેમની તૈયારીનું જાતે જ મૂલ્યાંકન કરી શકશે. તેમને એક જ વિષય કે તેની સાથે જોડાયેલાં તથ્યોને આખું વર્ષ યાદ રાખવાની જરૂર નહીં રહે. વિવિધ પ્રકરણો મોઢે કરવાના બદલે સમજશક્તિ અને યોગ્યતા વધશે. આ રીતે વિષયોની સમજ વધુ ઊંડી થશે અને વ્યવહારુ કૌશલ્ય પણ વિકસશે. વિદ્યાર્થીઓ ત્યાં સુધી એ વિષયની પરીક્ષા આપી શકશે, જેમાં તેઓ પોતાનું શ્રેષ્ઠ નથી આપી શકતા. ધો. 11-12માં બે ભાષા ભણવી પડશે નવા અભ્યાસક્રમના માળખામાં કહેવાયું છે કે ધો. 11-12ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં ભણવું પડશે. તેમાં એક ભારતીય ભાષા હશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

Resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

3 thoughts on “ધો 10-12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, ધો 3થી 12 માટે નવો અભ્યાસક્રમ આવશે, આગામી સત્રથી અમલ થશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો