Std 10 And 12 July Purak Exam 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની જુલાઇ (પૂરક) – ૨૦૨૩ની પરીક્ષા તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમિયાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
Std 10 And 12 July Purak Exam 2023
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | Std 10 And 12 July Purak Exam 2023 |
પુરક પરીક્ષા તારીખ | 10/07/2023 થી 14/07/2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | http://www.gsebeservice.com/ |
ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પૂરક પરીક્ષા ૨૦૨૩નો કાર્યક્રમ


સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
- કમ્પ્યુટર એજ્યુકેશન (૩૩૨) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવાની રહેશે. જેનાં ગુણ શાળાએ બોર્ડને તા.૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં રૂબરૂમાં મોકલવાનાં રહેશે.
- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલાં વિષયોનો કીડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
૩. પરીક્ષાના દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. - પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન તેમજ ડિઝીટલ ઘડીયાળ જેવ ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે પુરાવા માનવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી.
- સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (૧૪૭) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ બોર્ડની સૂચના અનુસાર બોર્ડને તા.૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં રૂબરૂમાં મોકલી આપવાનાં રહેશે.
- વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક્ક તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પૂરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
- તમામ પ્રવાહોના કમ્પ્યુટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે,
વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
- ઉ.મા.પ્ર. પરીક્ષા વિજ્ઞાનપ્રવાહ માર્ચ-૨૦૨૩ માં એકબે વિષયમાં N.I. (અનઉત્તિર્ણ) થયેલ ઉમેદવારોની પરીક્ષા બે સેશનમાં લેવાશે.
- કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક) ની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. જેનો સમય 10:30 થી 12:45 નો રહેશે.
- પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારનાં (OMR પદ્ધતિ) ૫૦ પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ પ૦ તથા તેનો સમયગાળો ૬૦ મિનિટનો રહેશે.
- બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે. તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૧૨૦ મિનિટનો રહેશે.
ખાસ નોંધ:-
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તા.૧૪/૦૬/૨૦૨૩ નિયત કરવામાં આવેલ હતી, જે લંબાવીને તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી કરવામાં આવે છે.
આ પણ વાંચો :-
- Gujarat TET 2 Result 2023 Direct Link : ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ ,તમારું પરિણામ ફટાફટ ચેક કરો
- GSRTC Online Bus Pass 2023 : બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, 12 જૂનથી રાજ્યભરમાં થશે અમલ
- SBI Whatsapp Banking Service : SBI એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન અને બીજી ઘણી બધી સેવાઓ whatsapp દ્વારા
- India Post GDS Bharti 2023 : ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી 15000 જગ્યાઓ માટે
મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઈન આવેદન | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
4 thoughts on “Std 10 And 12 July Purak Exam 2023 : ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પૂરક પરીક્ષા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર”