ધોરણ 12 પરિણામ પુસ્તિકા 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યનું પરિણામ 73.27 % જેટલું આવ્યું .માર્ચ ૨૦૨૩ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી.આ આર્ટિકલ માં આપણે જાણીશું કે જાણો કયા જીલ્લાનું કેટલું પરિણામ આવ્યું?, કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ નાપાસ થયા.
ધોરણ 12 પરિણામ પર એક નજર
બોર્ડનું નામ | ગુજરાત બોર્ડ |
આર્ટિકલનું નામ | ધોરણ 12 પરિણામ પુસ્તિકા 2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
પરિણામ ની તારીખ | 31/05/2023 સવારે 8 કલાકે |
કેટલા નિયમિત ઉમેદવારો નોધાયા હતા | 4,79,298 |
કેટલા વિદ્યાર્થી પાસ થયા | 3,49,792 |
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ | 73.27 % |
GSEB full form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 12 પરિણામ પુસ્તિકા 2023 પર એક નજર
આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવેલ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ
સમગ્ર રાજ્યનું પરિણામ 73.27 % જેટલું પ્રાપ્ત થયેલ છે, આવું સફળ પરિણામ પ્રાપ્ત થવા બદલ સૌને અભિનંદન. સમગ્ર વર્ષ દરમ્યાન સુચારું અભ્યાસ અને પુરુષાર્થ થકી સફળ (E.Q.C.) થયેલ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ, તેમજ પરિણામ સુધારણાની જરૂરિયાત વાળા (N.I.) ઉમેદવારોને સખત પુરુષાર્થ થકી આજના પરિણામને સફળ સ્વરૂપમાં પરિવર્તિત કરવા માટે અમારી શુભકામના. બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી, તમારી અંદર અથાગ શક્તિ અને ભરપુર સામર્થ્ય છુપાયેલું છે. સ્વામી વિવેકાનંદજીના વચનો છે કે, “પોતાના પર ભરોસો રાખો, અડગ રહો અને મજબુત બનો આપણને એની જ જરૂર છે.” આથી જીવનની દરેક પરીક્ષાના પગથીયાં પર ઘડતર પામી તમારી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા સંકલ્પબદ્ધ બનો તેવી શુભેચ્છા. આ સાથે રાજ્યની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓને પણ રાજ્યનું ઊંચું પરિણામ પ્રાપ્ત કરવા માટેના પુરષાર્થ બદલ આભાર સહ અભિનંદન.
આ પણ વાંચો :-
- RERA GUJARAT /GUJRERA : ગુજરાતમાં રેરા કાયદો શું છે?, ગુજરાત રેરા પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી?
- ધોરણ 10 અને 12 પછી શું? તમે પણ મુંઝવણમાં છો, તો આ રહ્યું સોલ્યુસન, Career Guidence 2023
- Gseb Std 12th General Stream Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 જાહેર,ધોરણ 12નું રિઝલ્ટ જુઓ માત્ર 2 સેકંડમાં
મહત્વપૂર્ણ લિંક્સ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ | અહીંથી ચેક કરો |
ધોરણ 12 પરિણામ માહિતી પુસ્તિકા | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
FAQs
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ કેટલા ટકા આવ્યું ?
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ 73.27 % આવ્યું
ગુજરાત માં કેટલા વિદ્યાર્થી પાસ થયા
ગુજરાતમાં 3,49,792 વિદ્યાર્થી પાસ થયા.