ઉ.મા.પ્ર. પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના પરિણામ વિતરણ બાબત

ઉ.મા.પ્ર. પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના પરિણામ વિતરણ અંગે. ઉ.મા.પ્ર. પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત તમામ ઉમેદવારોના ગુણપત્રક/પ્રમાણપત્ર તથા એસ.આર. શાળાઓને વિદ્યાર્થીઓના પરિણામ સાથે મોકલવામાં આવે છે.

ઉ.મા.પ્ર. પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના પરિણામ વિતરણ બાબત

બોર્ડનું નામઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામઉ.મા.પ્ર. પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના પરિણામ વિતરણ બાબત
પુરક પરીક્ષા તારીખ10/07/2023 થી 14/07/2023
પુરક પરીક્ષા પરિણામ તારીખ28/07/2023
ગુણ ચકાસણી ઓનલાઈન અરજી તા.૦૧/૦૮/૨૦૨૩ થી ૦૭/૦૮/૨૦૨૩
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

ધ્યાનમાં લેવાની સૂચનાઓ

  1. શાળાઓએ ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટ અને સર્ટીફીકેટનું તાત્કાલિક વિતરણ કરવાનું રહેશે.
  2. જુલાઈ (પૂરક)-૨૦૨૩ ની બોર્ડ દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર. પરીક્ષા આપી હોય અને પરિણામમાં ગેરહાજર દર્શાવેલ હોય તેવા વિદ્યાર્થીએ દફતર ચકાસણી માટે ૦૨ (બે) દિવસમાં ગાંધીનગર બોર્ડની કચેરીમાં રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવાશે નહીં.
    જુલાઈ (પૂરક)-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહની ગુણચકાસણી માટેની અરજીઓ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ બોર્ડની વેબસાઈટ gseb.org પર તા.૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૭/૦૮/૨૦૨૩ દરમિયાન ગુણચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની તમામે નોંધ લેવી.
  3. વિદ્યાર્થીના નામ-અટક/દફતર ચકાસણી જેવા અન્ય સુધારા માટેના નિયત ફોર્મ માર્ચ-૨૦૨૩ ના પરિપત્ર મુજબ નિયત નમૂનામાં અરજીઓ દિન-૦૭ (સાત) માં બોર્ડની કચેરીએ વિજ્ઞાન પ્રવાહની શાખા-“ક” માં રૂબરૂ રજૂ કરવાની રહેશે.
  4. જે ઉમેદવારોને ગુણપત્રક કે પ્રમાણપત્ર ન મળ્યુ હોય તો તેમને પરિણામ વિતરણ બાદ દિન-૦૨ (બે) માં શાળાના લેટરપેડ પર રૂબરૂમાં દરખાસ્ત કરવી અને દરખાસ્ત મળ્યેથી ગુણપત્રક/પ્રમાણપત્ર ટપાલ દ્વારા રવાના કરવામાં આવશે. જે અંગેની નોંધ લેવા જણાવવામાં આવે છે. સમયમર્યાદા બાદ ડુપ્લીકેટ માર્કશીટ આપવામાં આવશે.
  5. શાળાના આચાર્યશ્રીઓને વિનંતી કે પૂરક પરીક્ષાની ફી જમા કરાવવાની બાકી કે ઓછી ફી જમા કરાવી હોય તે રકમનો ડી.ડી. શાળાના લેટર પેડ સાથે દિન-૧૦ માં બોર્ડમાં અચૂક જમા કરાવવાનો રહેશે. નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેશો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવારનોતીફીકેસનઅહી ક્લિક કરો
resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

2 thoughts on “ઉ.મા.પ્ર. પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જુલાઈ (પૂરક)-૨૦૨૩ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના પરિણામ વિતરણ બાબત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો